Charotar Sandesh
ઈન્ડિયા

એક દિવસની રાહત બાદ પેટ્રોલમાં ૩૫ અને ડિઝલમાં ૧૮ પૈસાનો વધારો ઝીંકાયો…

ન્યુ દિલ્હી : ઓઈલ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેને લઈ આમ આદમીની પરેશાની વધી ગઈ છે. દૂઘ, ગેસના બાટલા વધતા ઈંધણના વધતા ભાવથી નાગરિકો હેરાન થઈ ગયા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભવામાં ૩૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ પેટ્રોલ ૯૯.૫૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૩૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે.
ચેન્નઈમાં પેટ્રોલ ૧૦૦.૪૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૯૩.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં આજે પેટ્રોલ ૯૯.૪૫ રૂપિયા અને ડીઝલ ૯૨.૨૭ પ્રતિ લીટર પહોંચી છે. મુંબઈ એવું બીજું મેટ્રો શહેર છે, જ્યાં પેટ્રોલની કિંમત ૧૦૫.૫૮ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.
ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાલ પોતાની ઉચ્ચ સપાટીએ ચાલી રહી છે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર છે. વૈશ્વિક સ્તર પર જોઈએ તો ક્રૂડ ઓઈલની કિંમત ૭૫ ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. ઓક્ટોબર ૨૦૧૮માં તે ૮૦ ડોલર પ્તિ બેરલથી વધારે હતી પરુંત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લિટર આસપાસ હતી.

Related posts

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર : જીડીપી માટે ગબ્બર સિંહ ટેક્સ જવાબદાર…

Charotar Sandesh

બેન્ક, વીમા સહિતના સંગઠનોનું 8મી જાન્યુઆરીએ હડતાલનું એલાન…

Charotar Sandesh

દેશમાં નેશનલ ઇમરજન્સી, કોર્ટ મૂકપ્રેક્ષક ન રહી શકે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh