Charotar Sandesh
ઈન્ડિયા

એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના મજબૂત થવી જોઈએ : મોદી

વડાપ્રધાને એએમયુ યુનિ.ના શતાબ્દી સમારોહમાં સંબોધન કર્યું…
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોદીનો બિનસાંપ્રદાયિક પાઠઃ આપણે કયા ધર્મમાં મોટા થયા, એનાથી મોટી વાત એ છે કે આપણી આકાંક્ષાઓ દેશ સાથે કેવી રીતે જોડાયેલી હોવી જોઈએ, અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી, મિની ઈન્ડિયા છે…
અહીં કુરાન સાથે ગીતા અને વિશ્વના ઘણા ગ્રંથો છે,જે દેશનું છે એ દેશના લોકોને મળવું જ જોઈએ,રાજકારણ રાહ જોઇ શકે છે, ડેવલપમેન્ટ નહીં,વાત દેશના લક્ષ્યનો હોય ત્યારે મતભેદોને એક બાજુ છોડી દેવા જોઈએ…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર ટપાલ-ટિકિટ જાહેર કરી હતી. મોદીએ કહ્યું હતું, સૌપ્રથમ હું એએમયુના શતાબ્દી સમારોહમાં જોડાવાની તક આપવા બદલ આપ સૌનો આભારી છું. તમામ વિભાગની ઇમારતોને સુંદર રીતે શણગારવામાં આવી છે. આ ભારતનો અમૂલ્ય વારસો છે. એએમયુમાંથી તાલીમ લીધી હોય તેવા લોકો આજે વિશ્વના સેંકડો દેશોમાં છવાયા છે.
મને યુવાનો પાસેથી પણ કેટલીક અપેક્ષાઓ છે. એએમયુમાં જબરદસ્ત તાકાત છે. અહીં ૧૦૦ છાત્રાલયો છે. તેમણે સ્વતાંત્ર્યસેનાનીઓને શોધવાની યોજના બનાવવી જોઈએ, જેના વિશે હજી ઘણું સાંભળ્યું નથી. જો આપણને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે એએમયુ તરફથી સૂચનો મળે, તો એ સારું હશે. આપણે ક્યાં અને કયા પરિવારમાં જન્મેલા, કયા ધર્મમાં ઊછરેલા છીએ એનાથી મોટું એ છે કે તેમની આકાંક્ષાઓ દેશની સાથે કેવી રીતે જોડાયેલી હોવી જોઈએ. વૈચારિક મતભેદો હોય છે, પરંતુ જ્યારે દેશનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવાની વાત આવે છે ત્યારે બધું એક બાજુ મૂકી દેવું જોઈએ. એવું કોઈ લક્ષ્ય નથી કે જે એકસાથે મળીને મેળવી ન શકીએ.
આપણે એક સામાન્ય જમીન પર કામ કરવું પડશે. તમામ ૧૩૦ કરોડ દેશવાસીઓને આનો લાભ મળશે. યંગસ્ટર્સ આ કામ કરી શકે છે. આપણે સમજવું પડશે કે રાજકીય સમાજનું મહત્ત્વનો ભાગ છે, પરંતુ સમાજમાં વધુ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે. રાજકારણથી પર પણ ઘણુંબધું હોય છે. બીજો એક સમાજ હોય છે. એએમયુના વિદ્યાર્થીઓ આ કરી શકે છે. મોટા ઉદ્દેશ માટે સાથે આવીએ છીએ તો બની શકે છે કે કેટલાક લોકો પરેશાન થાય. તેઓ પોતાના સ્વાર્થને સાબિત કરવા હેરાફેરીનો આશરો લેશે. રાજકારણ-સમાજ રાહ જોઈ શકે છે, પણ વિકાસ રાહ નથી જોતું. ગરીબ, વંચિત લોકો વધુ સમય રાહ જોઈ શકતા નથી. પાછલી સરકારોમાં મતભેદોના નામે ઘણો સમય પસાર થઈ ગયો છે, સાથે મળીને એક નવું આત્મનિર્ભર ભારત બનાવવું પડશે.
એએમયુમાં મુસ્લિમ છોકરીઓની સંખ્યા ૩૫% થઈ ગઈ છે. જાતિના આધારે ભેદભાવ ન થવો જોઈએ, દરેકને સમાન અધિકાર મળવો જોઈએ. આ એએમયુની સ્થાપનામાં સહજ હતું. પહેલા એવું કહેવામાં આવતું હતું કે જો સ્ત્રી શિક્ષિત થાય છે તો પરિવાર શિક્ષિત થાય છે. આનાથી પારિવારિક શિક્ષણ પર પણ ગાઢ પ્રભાવ પડે છે. મહિલાઓએ એટલા માટે શિક્ષિત થવું જોઈએ કે તેઓ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્ટ એમ્પાવર લઈને છે. પછી એ ઘર, સમાજને દિશા આપવાની વાત હોય કે દેશને દિશા આપવાની. દીકરીઓને વધુ ને વધુ ઉચ્ચ શિક્ષણ આપવું જરૂરી છે.
એક સમય એવો હતો જ્યારે દેશમાં મુસ્લિમ પુત્રીઓનો અભ્યાસ છોડી દેવાનો દર ૭૦% કરતાં વધારે હતો. આ પરિસ્થિતિ ૭૦ વર્ષ સુધી યથાવત્‌ રહી. આ પરિસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન શરૂ થયું. સરકારે મિશન મોડ પર શૌચાલયો બનાવ્યાં. ડ્રોપઆઉટ રેટ, જે ૭૦% હતો, હવે ૩૦% પર છે. પહેલાં મુસ્લિમ પુત્રીઓ શૌચાલય ન હોવાને કારણે અભ્યાસ છોડી દેતી હતી, હવે આવું નથી થઈ રહ્યું.
થોડા દિવસો પહેલાં જ મને ચાન્સેલર સૈયદના સાહેબનો પત્ર મળ્યો હતો. તેમણે વેક્સિનેશનમાં સહયોગ આપવાની વાત કરી. આવા જ વિચારોથી આપણે કોરોના જેવી મહામારી સામે લડી શકીએ છીએ
રહી છે. લોકો કહે છે કે એએમયુ એક શહેર જેવું છે. ઘણા વિભાગો અને લાખો વિદ્યાર્થીઓ વચ્ચે મિની ઇન્ડિયા દેખાય છે. ઉર્દૂની સાથે હિન્દી-અંગ્રેજી અને ઘણી ભાષાઓ શીખવવામાં આવે છે. કુરાનની સાથે ગીતા અને વિશ્વના અનેક ગ્રંથો પણ છે.
સર સૈયદે કહ્યું હતું કે જે વ્યક્તિ દેશની ચિંતા કરે છે તેની સૌથી મોટી ફરજ છે કે તેઓ લોકો માટે કામ કરે, ભલે પછી તેમનો ધર્મ, જાતિ કંઇ પણ હોય. જે રીતે માનવ જીવન માટે દરેક અંગ સ્વસ્થ રહેવું જરૂરી છે એ જ રીતે તમામ સ્તરે સમાજનો વિકાસ જરૂરી છે. દેશ એક જ રસ્તે આગળ વધી રહ્યો છે. દરેક નાગરિક બંધારણમાંથી મળેલા અધિકારોને લઈને નિશ્ચિત રહે. આપણે એવા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ કે ધર્મને કારણે કોઈને પાછળ ન રહેવું જોઈએ. દરેકને વિકાસ માટે સંપૂર્ણ તકો મળવી જોઈએ. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, તેનો મૂળ મંત્ર છે.

Related posts

મમતા બેનર્જી બંગાળમાં ઘુસણખોરોના રક્ષક છેઃ શિવસેના

Charotar Sandesh

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પદના શપથ લીધા : નાયબ મુખ્યમંત્રી ફડણવીસ બન્યા

Charotar Sandesh

ભારતે ચીનને ટક્કર આપવા આધુનિક રાઈફલ્સ-મિસાઈલો માટે રશિયા સાથે મહત્ત્વપૂર્ણ કરાર કર્યા

Charotar Sandesh