Charotar Sandesh
વર્લ્ડ

એટલાન્ટામાં સ્પા સેન્ટરમાં ગોળીબારઃ એશિયન મૂળની ચાર મહિલા સહિત ૮નાં મોત…

હુમલાખોરને પોલીસે ઝડપી પાડ્યો…

USA : અમેરિકાના જ્યોર્જિયાના ત્રણ સ્પા સેંટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જ્યોર્જિયાના એટલાંટાના ત્રણ સ્પા સેંટર પર થયેલા ગોળીબારમાં ચાર મહિલાઓ સહિત ૮ લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક પોલીસ અને મીડિયાએ તેની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મૃતકોમાં મોટા ભાગના લોકો એશિયાઈ મૂળના છે.
એટલાંટા પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને એટલાંટામાં પિડમોન્ટ રોડ પર ગોલ્ડ મસાજ સ્પામાં લુંટની જાણકારી મળી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તો ત્રણ લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં. એટલાંટા પોલીસ ચીફ રોડની બ્રાયંટે કહ્યું હતું કે, પોલીસ ટીમ જ્યારે ગોલ્ડ સ્પામાં હતી ત્યારે જ વધુ એક ફોન કોલ્સ આવ્યો હતો અને એરોપી થેરાપી સ્પામાં ગોળીબારના અહેવાલ મળ્યાં હતાં. જેમાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
અમેરીકાના એક રાજ્યમાં ફાયરીંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુએસના એટલાન્ટામાં ફાયરીંગ થયું છે, એટલાન્ટાના જ્યોર્જીયા વિસ્તારમાં ત્રણ મસાજ પાર્લરોમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. જેમાં ચાર મહિલા સહિત આઠ લોકોના મોત નિપજ્યા છે. પોલીસે આ ફાયરીંગ કયા કારણો સર થઈ તેની તપાસ હાથ ધરી દીધી છે.
મૃત્યુ પામેલા મોટાભાગના લોકો એશિયન વંશની મહિલાઓ છે (જ્યોર્જિયા)ના એટલાન્ટા શહેરમાં ત્રણ મસાજ પાર્લરોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમાંથી, બે પાર્લર એકબીજાની સામે સ્થિત છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
ચેરીકી કાઉન્ટી શુટિંગના સંદિગ્ધને એટલાન્ટાથી દક્ષિણમાં ક્રિસ્પ કાઉન્ટીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની ઓળખ ૨૧ વર્ષના રોબર્ટ એરન લોન્ગ તરીકે થઈ છે. ચેરોકી કાઉન્ટીના શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે ‘જ્યોર્જિયાના યંગ્સ એશિયન મસાજ’ પર શુટિંગની ખબર મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓને પાંચ લોકો ગોળીથી ઘાયલ મળ્યા. બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને બે વ્યક્તિના હોસ્પિટલ પહોંચતા મોત થયા.

  • Nilesh Patel

Related posts

શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ ન્યુજર્સીના ઉપક્રમે ૫ ઓકટો.૨૦૧૯ના રોજ ”નવરાત્રિ રાસ ગરબા”

Charotar Sandesh

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં વિસ્ફોટથી ૩૦ના મોત : ૫૦થી વધુ લોકો ઘાયલ

Charotar Sandesh

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી : હિંસક પ્રદર્શનો શરૂ, જુઓ શું છે કારણ

Charotar Sandesh