Charotar Sandesh
ગુજરાત

એનસીપી નેતા રેશ્મા પટેલની હોસ્પીટલમાં પહોચે તે પહેલા અટકાયત…

રાજકોટ : નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના નેતા રેશ્મા પટેલની રાજકોટ માંથી અટકાયત કરવામાં આવી છે. રેશ્મા પટેલ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે પોલ ખોલ કાર્યક્રમ માટે આવી પહોંચ્યા હતા. જોકે, તેમના આગમનની જાણ હોવાથી પહેલાથી જ સિવિલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. રેશ્મા પટેલ પહોંચ્યાં કે તેમની તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી હતી. રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં કોરોના દર્દીઓનાં થઈ રહેલા મોત સંદર્ભે તેઓ તેમના પરિવારના લોકોને સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા.
રેશ્મા પટેલની રાજકોટની સિવિલ હૉસ્પિટલના મુખ્ય ગેટ પરથી જ પકડી લેવામાં આવ્યા હતા. તેમની આગમનની જાણ હોવાથી ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિતનો કાફલો સિવિલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. એટલે કે તેઓ પોતાની ગાડીમાં સવાર થઈને સિવિલમાં પ્રવેશ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમની સાથે રાજકોટ એનસીપી પ્રમુખ પણ હાજર હતા. તેઓને પોલીસની ગાડીમાં બેસાડીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા.
રાજકોટ સિવિલમાં દરરોજ અનેક કોરોના દર્દીઓનાં મોત થાય છે. બીજી તરફ સરકારી ચોપડે રાજકોટમાં કોરોનાથી મોતનો આંકડો ખૂબ ઓછો બતાવવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટ સિવિલ ખાતે દર્દીઓને અગવડતા પડી રહી હોવાની ફરિયાદો પણ તેમના પરિવારજનો તરફથી કરવામાં આવી રહી છે. આથી કોરોના દર્દીઓના પરિવારજનો સાથે આ મામલે વાતચીત કરવા માટે રેશ્મા પટેલ ’પોલ ખોલ’ કાર્યક્રમ અંતર્ગત સિવિલ ખાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે એનસીપીના કાર્યકરો પણ હતા. જોકે, રેશ્મા પટેલ કોઈને મળી તે પહેલા જ તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

Related posts

સુરતમાં મોહન ભાગવતના સ્વાગતમાં ભાજપના કોઈ નેતા હાજર નહીં

Charotar Sandesh

કોરોના અને ઓમિક્રોનના ભય વચ્ચે અમદાવાદમાં પતંગોત્સવની રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ !

Charotar Sandesh

રાજ્યમાં કોટા જેવા ૪ કોચિંગ સેન્ટર બનશે : મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત…

Charotar Sandesh