Charotar Sandesh
ઈન્ડિયા

એન્ટિલિયા કેસ : તિહાડમાં રેડ, આતંકી તહસીન અખ્તરના બેરેકમાંથી મોબાઇલ સીઝ કરાયો…

મુંબઈ : મુંબઈ સ્થિત એન્ટિલિયાની બહાર ઊભેલી સ્કોર્પિયોમાંથી જિલેટીનની સ્ટિક્સ મળવાના તાર દિલ્હીની તિહાડ જેલ સાથે જોડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીની બેરેકમાંથી મોબાઈલ ફોન સીઝ કર્યો છે. એક મીડિયાના અહેવાલ મુજબ, તિહાડમાં ગુરુવારે સાંજે ૬ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી રેડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા એજન્સીઓએ જેલ નંબર-૮માં રેડ કરી. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી તહસીન અખ્તરની બેરેકમાંથી મોબાઈલ સીઝ કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાંથી ટેલિગ્રામ ચેનલ એક્ટિવેટ કરવામાં આવી હતી. તહસીન અખ્તર, પટનાના ગાંધી મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં બોમ્બબ્લાસ્ટ, હૈદરાબાદમાં બ્લાસ્ટ, બોધગયા બોમ્બબ્લાસ્ટમાં સામેલ રહ્યો છે.
તહસીન અખ્તરના બેરેકમાંથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો, આ મોબાઈલમાં ટોર બ્રાઝર દ્વારા વર્ચ્યુઅલ નંબર ક્રિયેટ કરવામાં આવ્યો અને પછી ટેલિગ્રામ અકાઉન્ટ બનાવવામાં આવ્યું. એ પછી ધમકીભર્યું પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું. હવે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ તહસીન અખ્તરને જેલમાંથી રિમાન્ડ પર લઈને પૂછપરછ કરશે. એની સાથે જ એક બીજો મોબાઈલ નંબર પણ સ્પેશિયલ સેલના રડાર પર છે.
આ નંબર સપ્ટેમ્બરમાં એક્ટિવેટ થયો હતો અને પછી બંધ કરી દેવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, બે મોબાઈલ નંબર નકલી દસ્તાવેજના આધારે તિહાડમાં બંધ કેટલાક લોકો માટે ખરીદવામાં આવ્યા હતા. ખાનગી સાયબર ફર્મે તૈયાર કરેલા એક સિક્યોરિટી એનાલિસિસ રિપોર્ટના જણાવ્યા અનુસાર, એ ટેલિગ્રામ ચેનલ ૨૬ ફેબ્રુઆરીએ ૩ વાગ્યે ટોર નેટવર્ક દ્વારા બનાવવામાં આવી હતી. એનો ડાર્ક વેબનો ઉપયોગ કરવા માટે કરવામાં આવે છે. જે સિમકાર્ડથી આ કરવામાં આવ્યું હતું એનું લોકેશન તિહાડ જેલ આવી રહ્યું છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક હિસ્સો છે, જેને માત્ર ર્‌ંઇ જેવા નેટવર્કના માધ્યમથી એક્સેસ કરી શકાય છે, નહિ કે પારંપરિક સર્ચ એન્જિન પર.

Related posts

પુલવામામાં આતંકીઓનો સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ હુમલો : સાત નાગરિક ઘાયલ…

Charotar Sandesh

કોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર…

Charotar Sandesh

ભાજપ મમતાને ‘જય શ્રીરામ’ લખેલાં ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલશે…

Charotar Sandesh