Charotar Sandesh
ગુજરાત

એપ્રિલ-મેનું વિજ બિલ માફ કરો : અલ્પેશ ઠાકોરનો મુખ્યમંત્રી રૂપાણીને પત્ર…

ગાંધીનગર : વૈશ્વિક મહામારી કોરોના ને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં રાજ્યનો ગરીબ અને માધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ અને મે મહિના ના વીજબિલ માં રાહત આપવા મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પત્ર લખી રજુવાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને લખેલા પોતાના આ પત્રમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, ’કોરોના વૈશ્વિક મહામારી ને પગલે આપવા માં આવેલ લોકડાઉન ના પરિણામે રાજ્ય ની મોટાભાગ ની જનતા પોતાના ઘર માં જ સમય પસાર કરી રહી છે. વધુ માં ઉનાળાના દિવસો હોવાથી વીજ વપરાશ પણ સરેરાશ કરતા વધુ થઈ રહ્યો છે. આપ લોક લાગણી સમજનારા વ્યક્તિ છો. તેથીજ આપના દ્વારા માર્ચ, એપ્રિલ માસના વીજ બિલ ભરવાની મુદ્દત ૩૦ મી મે ૨૦૨૦ સુધી લંબાવી આપવામાં આવી છે.’

ઠાકોરે ઉમેર્યુ કે ’તેમજ વીજ બિલમાં એલ.ટી. ગ્રાહકોને ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જ વસૂલવામાંથી મુક્તિ આપવામાં આવી છે ઉપરાંત ફ્યુલ સરચાર્જમાં પણ ૧૬ પૈસાનો ઘટાડો પણ કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ૫૯ દિવસના લોકડાઉનના પરિણામે આટલી સહાય પૂરતી નથી. તેથી આપને વિનંતી છે કે ગરીબ, ખેડૂત તથા મધ્યમ વર્ગ ના લોકો નું એપ્રિલ અને મે માસ ના વીજ બિલ માં રાહત આપવામાં આવે. ગુજરાત સરકારે ચોક્કસ થી આ દિશા માં વિચારવુ જોઈએ જેથી ભારત દેશ માં ગુજરાત ની સંવેદનશીલ સરકાર અન્ય રાજ્યો ને સારું દ્રષ્ટાંત પૂરું પાડે શકે તેવી વિનંતી સહ નમ્ર અરજ કરુ છું.

Related posts

તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે…

Charotar Sandesh

ગુજરાતમાં પહેલીવાર ૨૫ ગુજરાતી બનશે IPS : મહેસાણામાંથી સૌથી વધુ

Charotar Sandesh