Charotar Sandesh
વર્લ્ડ

એવું પણ બની શકે કે કોરોનાનું ક્યારેય નિદાન મળે જ નહીં : ડબલ્યુએચઓની ચેતવણી

ભારતે લાંબા યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર…

જિનિવા : કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ રાખી છે. સમગ્ર વિશ્વ આ દર્દની દવા શોધવામાં પૂરી તાકાત લગાવી રહ્યુ છે. એવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક ભયાનક ચેતવણી જાહેર કરી છે.
સ્વાસ્થ્ય સંબંધી દુનિયાના સૌથી મોટા સંગઠનનુ કહેવુ છે કે વેક્સિન બનવાના દ્રઢ વિશ્વાસ વચ્ચે સંભવ છે કે કોરોના મહામારીનું પ્રભાવી સમાધાન ક્યારેય ન નીકળે, સાથે જ કહ્યુ, હોઈ શકે છે કે સામાન્ય સ્થિતિ થવામાં લાંબો સમય લાગે.
સમગ્ર દુનિયામાં ૧.૮૧ કરોડથી વધારે લોકો આ મહામારીથી પ્રભાવિત છે અને લગભગ ૬.૮૮ લાખથી વધારે લોકોના અત્યાર સુધી મોત નીપજ્યા છે. ઉર્ૐંના ડાયરેક્ટર ટ્રેડોસ એડ્‌હોમ ઘેબ્રેયસ અને સંગઠનના ઇમર્જન્સી ચીફ માઈક રયાને તમામ દેશો સાથે સ્વાસ્થ્ય ઉપાયોને કડકાઈથી લાગુ કરવાનુ આહ્વાન કર્યુ છે. જેમાં માસ્ક પહેરવુ, સામાજિક અંતર, હાથની સ્વચ્છતા અને તપાસ સામેલ છે.
ટેડ્રોસે જીનિવા સ્થિત મુખ્યાલયમાં વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે તમામ લોકો અને સરકારનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે કે તમામ ઉપાયોને અપનાવો. તેમણે કહ્યુ કે ફેસ માસ્કને દુનિયાભરમાં એકતાનુ પ્રતીક બનવુ જોઈએ.
રયાને કહ્યુ કે કેટલીક વેક્સિન ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે. અમે સૌ આશા રાખીને બેઠા છીએ કે કેટલીક વેક્સિન લોકોને સંક્રમિત હોવાથી બચાવે. જોકે આ સમયે આનાથી બચવાનો કોઈ ઉપાય નથી અને હોઈ શકે કે ક્યારેય ના પણ મળે.
રયાને કોરોનાના સૌથી વધારે પ્રસાર વાળા બ્રાઝિલ, ભારત સહિત તમામ દેશોને કહ્યુ છે કે આને સામાન્ય હોવામાં લાંબો સમય અને નિરંતર પ્રતિબદ્ધતાની જરૂર છે. તેમણે કહ્યુ કે ચીન ગયેલી તપાસ ટીમ હજુ પાછી ફરી નથી. જેને કોરોના વાઈરસનુ ઉદ્ગમ સ્થાન બતાવવામાં આવી રહ્યુ છે.
ટેડ્રોસે તમામ માતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતા રહે, ભલે તે કોરોના સંક્રમિત જ કેમ ના હોય. સ્તાનપાનનો લાભ એ છે કે તે સંક્રમણના જોખમને ઘણુ ઓછુ કરી દે છે.

Related posts

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમેરિકી સાંસદોએ કાશ્મીરમાં માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો…

Charotar Sandesh

ભારતીયો માટે ખુશખબર, એચ-૧બીના નવા નિયમો પર કોર્ટે સ્ટે મૂકી દીધો…

Charotar Sandesh

અમેરિકામાં ચૂંટણી મોંઘી પડીઃ ૨૪ કલાકમાં કોરોનાના એક લાખથી વધુ કેસ પોઝિટિવ નોંધાયા…

Charotar Sandesh