Charotar Sandesh
ઈન્ડિયા

ઓગસ્ટ બાદ જ શાળા-કોલેજો ખૂલશે : માનવ સંસાધન મંત્રીની મોટી જાહેરાત…

ન્યુ દિલ્હી : કોરોના મહામારીના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. તેને લઇ વાલીઓ સતત ચિંતિત છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો. આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ. વિદ્યાર્થી, શિક્ષકો અને પેરેન્ટસના કેટલાંય સપ્તાહના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે ઓગસ્ટ ૨૦૨૦ બાદ જ ખૂલશે. બની શકે કે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ બાદ શૈક્ષણિક સંસ્થાન ખોલવામાં આવે. આ વાત ડૉ.રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં કહી છે.

આપને જણાવી દઇએ કે આ સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડ.રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની માહિતી તેમણે ગઇકાલે ટ્‌વીટના માધ્યમથી આપી હતી.

તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે ‘સમય આવી ગયો છે કે કોરોનાને સહઅસ્તિત્વ સ્વીકારતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવેસરથી નક્કી કરવામાં આવે.

Related posts

યુથ કોંગ્રેસના કાર્યકરોનો રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર જમાવડો : અધ્યક્ષ પદે ચાલુ રહેવા નારેબાજી

Charotar Sandesh

શોપિયાંમાં એન્કાઉન્ટર : સેનાએ ત્રણ આતંકીને ઠાર કર્યા…

Charotar Sandesh

એ આર રહેમાને કાન્સ ફિલ્મ્સ ફેસ્ટવલમાં ઇફતાર પાર્ટી યોજી

Charotar Sandesh