Charotar Sandesh
ઈન્ડિયા

ઓરિસ્સાથી ગુજરાત જઇ રહેલ બસને અકસ્માત : ૭ મજૂરોના મોત

વહેલી સવારે પાંચ વાગ્યે અકસ્માત થયો…

રાયપુર : છત્તીસગઢના રાયપુર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં મજૂરોને લઈને ઓરિસ્સાથી ગુજરાત જઇ રહેલી બસને ભયાનક અકસ્માત નડ્યો હતો જેમાં ૭ના મોત નિપજ્યા છે.
ઓરિસ્સાથી ગુજરાત આવી રહેલી બસને નડેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં ૭ કામદારોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ૫૦ થી વધુ મજૂરો ઘાયલ થયા છે. આ ગોઝારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી બાજુ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ તમામ કામદારોને તાત્કાલિક રાયપુરની સરકારી મેકાહારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બસ શનિવારે સવારે ૩ઃ૩૦ વાગ્યાની આસપાસ રાયપુરના નેશનલ હાઇવે ૫૩ પર પહોંચી હતી. દરમિયાન સામેથી આવતી ટ્રક તેની સાથે જોરદાર ટકરાઈ હતી.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે આ અકસ્માતમાં વિશાળ બસનો એક ભાગ સંપૂર્ણ રીતે ઉખડી ગયો હતો. આ અકસ્માતમાં ૬ મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં ૫૦ થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ખૂબ ગંભીર છે.
મહત્વનું છે કે થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં માર્ગ અકસ્માત થયાના સમાચાર આવ્યા હતા. ઈન્દોરથી રીવા જતી એક પેસેન્જર બસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ખાઈમાં પડી હતી. આ માર્ગ અકસ્માતમાં ડ્રાઈવર અને કંડકટર ઘટના સ્થળેથી નાસી છુટયા હતા. કહેવાય છે કે આ દુર્ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, શનિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ હિંડોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૮૯૦ નવા કેસ, ૩૩૮ દર્દીનાં મોત…

Charotar Sandesh

કોરોનાનો કહેરઃ આંતરરાષ્ટ્રીય હવાઇયાત્રા પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ લંબાવાયો…

Charotar Sandesh

લાલ કિલ્લાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ, કૃષિ કાનુન ખેડૂતોના ફાયદામાં : રાષ્ટ્રપતિ

Charotar Sandesh