ન્યુ દિલ્હી : આઇપીએલ ૨૦૨૧ના હિસ્સો રહેલા ઓસ્ટ્રીલીયન ખેલાડીઓ, સ્વદેશ પરત ફર્યાના બે સપ્તાહ બાદ તેઓ પોત પોતાના ઘરે પહોંચી ચુક્યા છે. કેટલાંક ખેલાડીઓ ઘરે પરિવાર સાથે લાંબો સમય ગાળી શકશે, તો કેટલાકે પરત ક્રિકેટની વ્યસ્તતામાં જોડાઇ જવુ પડશે. ઓસ્ટ્રેલીયાની ટીમ વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ સામેની શ્રેણી રમનાર છે.
ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન અને ટીમના ઓપનર બેટ્સમેન સ્ટીવ સ્મિથની મસ્ત જૂની તસ્વીરોને તેની પત્નીએ શેર કરી છે. સ્મિથ આમ પણ પીચ પર હોય ત્યારે કેટલાક પ્રકારની એકશન હાથ વડે કરતો રહે છે. ખાસ કરીને શેડો બેટીંગની તેની અદાઓ ચાહકોમાં જાણીતી છે. એટલે કે હાથમાં બેટ વિના ખાલી હાથે, બેટ હોવાનુ માની પ્રેકટીશ કરવી.
સ્મિથ હાથ વડે આમ અનેક વાર કરતો રહેતો હોય છે. સ્મિથ મેદાનમાં તો ઠીક પરંતુ, હોટલ અને અન્ય સ્થળે પણ આમ કરતો જોવા મળતો હોય છે. આવી જ સુપર્બ તસ્વીરો તેની પત્નિ દાની વિલિસ મારફતે સામે આવી છે. જેમાં તે બેટીંગ પ્રેકટીશ કરતો હોય છે. પરંતુ આ વખતની પ્રેકટીશ થોડીક હટકે છે. કારણ કે તે આ વખતે ખાલી હાથે નહી પરંતુ ચેહરાથી લઇ માથા પર રુમાલ બાંધીને બેટ ચેક કરવાનો પ્રયાસ કરે છે.
વિલિસ એ તસ્વીર શેર કરતા લખ્યુ છે કે, સ્ટીવનુ સ્ટીવ જેવુ કામ કરવાની એક જૂની યાદ. મને લાગે છે કે, તે ચેક કરી રહ્યો હતો કે, કયા બેટની પિકઅપ શ્રેષ્ઠ છે.
રાજસ્થાન રોયલ્સથી છુટા પડ્યા બાદ આઇપીએલ ૨૦૨૧ માં સ્ટીવ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો. ૨૦૧૮ સુધી ઓસ્ટ્રેલીયન ટીમનો કેપ્ટન રહેલ સ્મિથ આઇપીએલની ગત સિઝનમાં રાજસ્થાનની ટીમનો કેપ્ટન હતો. ઓસ્ટ્રેલીયન ટીમની કેપ્ટનશીપ છુટવાનુ કારણ બોલ ટેમ્પરીંગને લઇ તેને હટાવી દેવાયો હતો.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમ્યાન સેન્ડપેપરથી બોલ સાથે છેડછાડ કરાઇ હતી. ગત ૈંઁન્ સિઝનમાં રાજસ્થાનની ટીમે કંગાળ પ્રદર્શન કર્યા બાદ તેને મુક્ત કરી દેવાયો હતો.