Charotar Sandesh
વર્લ્ડ

ઓસ્ટ્રોલિયાએ કોરોનાની ૨ સંભવિત વેક્સીન માટે ૧.૭ અબજ ડોલરના કરાર કર્યા…

મેલબર્ન : ઓસ્ટ્રેલિયાએ કોવિડ -૧૯ની બે સંભવિત રસી માટે ૧.૭ અબજ ઓસ્ટ્રેલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આજે લગભગ ૯૦.૭૫ અબજ રૂપિયાના કરારની ઘોષણા કરવામાં આવી હતી. ફાર્મા કંપની ઝ્રજીન્એ કહ્યું કે તેણે કોવિડ -૧૯ વેક્સીન માટે એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે હાથ મીલાવ્યા છે. જો કોવિડ વેક્સીનના હ્યુમન ટ્રાયલ્સ સફળ રહ્યા, તો ૨૦૨૧ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને ડોઝ મળી જશે. કંપનીએ એવી પણ માહિતી આપી હતી કે વૈકલ્પિક વેક્સીનની તૈયારી માટે તેણે ઓસ્ટ્રેલિયન સરકાર સાથે કરાર કર્યા છે. આ રસી ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સહયોગથી વિકસાવવામાં આવી રહી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૨૬ મિલિયન ઓલિયન લોકો માટે રસીના ૮.૪૮ કરોડ ડોઝનું લક્ષ્ય છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે બંને વેક્સીન સપ્લાય કરતા પહેલા સલામત અને અસરકારક સાબિત કરવાની રહેશે. તેમાં એમ પણ કહ્યું હતું કે તમામ જરૂરી નિયમનકારી આવશ્યકતાઓ પૂરી કર્યા પછી જ લોકોને વેક્સીન આપવામાં આવશે. તેમણે વચન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના લોકોને કોવિડ વેક્સીન મફતમાં મળશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીના ૩૮ લાખ ડોઝ આવતા વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાના લોકોને આપવામાં આવશે. કોવિડ -૧૯ વેક્સીન ઓસ્ટ્રેલિયાના શહેર મેલબોર્નમાં બનાવવામાં આવશે. કોવિડ૧૯ વેક્સીન, ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીની સહાયથી તૈયાર કરવામાં આવી રહી છે.

Related posts

અમેરિકા ચૂંટણી : બિડેનને સત્તા સોપવા માટે તૈયાર થયા ડોનાલ્ડ ટ્રમ્પ…

Charotar Sandesh

કોરોનાએ બુલેટ ટ્રેનની ઝડપ પકડી : ૧૦૦ કલાકમાં ૧૦ લાખ પોઝિટિવ કેસ

Charotar Sandesh

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ,ચાર પોલીસ જવાનોના મોત

Charotar Sandesh