Charotar Sandesh
ગુજરાત

કમોસમી વરસાદ અને સંગ્રહખોરીના કારણે ડુંગળી-બટેટાના ભાવમાં ઉછાળો…

રાજકોટ : શાકભાજીના ભાવ કાબૂમાં આવ્યા બાદ હવે બટેટા અને ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ઓછી આવકમાં ડિમાન્ડ નીકળતા બટેટા અને ડુંગળીના ભાવ કિલોના રૂ. ૫૦થી લઇને રૂ. ૮૦ સુધીના થયા છે. હાલ સફરજનના ભાવે ડુંગળી વેચાય રહી છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મુંબઈ, દિલ્હીમાં ડિમાન્ડ વધારે હોવાથી ગુજરાતમાં આવક ઓછી છે. સામાન્ય દિવસોમાં રાજકોટના જૂના યાર્ડમાં બટેટાની આવક ૧૫થી ૨૦ ગાડીની થાય છે,
પરંતુ અત્યારે આ આવક માત્ર ૧૦ ગાડીની જ છે. તેવી જ રીતે ડુંગળીની આવક અત્યારે માત્ર ૩૦૦૦ કટ્ટાની છે. જૂના યાર્ડમાં હરાજીમાં બટેટાનો ભાવ રૂ.૪૦૦-૬૭૦ ઉપજ્યો હતો અને ડુંગળીનો ભાવ રૂ. ૬૫૦-૧૨૫૦ બોલાયો હતો. હોટેલ રેસ્ટોરન્ટ શરૂ થતા ડિમાન્ડ પહેલા કરતા વધુ નીકળી છે. જંકશન પ્લોટમાં ડુંગળી-બટાટાના વેપારી મનોજભાઈએ જણાવ્યું હતું કે પહેલા બટેટાના ભાવ ૩૦-૪૦ રૂપિયા હતા, પણ હવે ૫૦ રૂપિયા થઈ ગયા છે. માલની આવક ઘટી જતા ભાવમાં વધારો થયો છે. વધુ વરસાદ પડતા માલ બગડી ગયો છે.
જેથી ડુંગળી અને બટેટાના ભાવમાં વધારો થયો છે. એક મહિનામાં ભાવ સરખો થઈ જશે. દેવપુરા માર્કેટયાર્ડના વેપારી અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે અત્યારે બટેટાના કિલોના ભાવ ૫૦ રૂપિયા છે. જ્યારે ડુંગળી અત્યારે ૧૦૦ રૂપિયાની કિલો છે. જેથી ગૃહિણીનું બજેટ ખોરવાય ગયું છે. લાખાજીરાજ શાકમાર્કેટના સેક્રેટરી પ્રેમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે અત્યારે ડુંગળી અને બટાટાનો ભાવ ઊંચો છે. નાસિકની ડુંગળી આ વખતે એક મહિનો મોડી છે. નવી ડુંગળી અને નવા બટેટાની આવક શરૂ નહીં થાય ત્યા સુધી આ ભાવ રહેશે.

Related posts

હવે શાળાઓમાં એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર : વર્ષ 2021ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાશે..!

Charotar Sandesh

સોમવારથી ધોરણ ૯થી ૧૧નાં બાળકોને આ પદ્ધતિથી ભણવું પડશે, સ્કૂલોનો મહત્વનો નિર્ણય

Charotar Sandesh

વરસાદનો બીજો રાઉન્ડ પૂર્ણ : ઓગસ્ટની શરૂઆતમાં આ તારીખથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી

Charotar Sandesh