સુશાંત સિંહ રાજપૂત કેસ…
મુઝફ્ફરપુર : ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં મુઝફ્ફપુરની અદાલતે ફિલ્મ નિર્માતા કરણ જોહર સહિત ૭ ફિલ્મી હસ્તીઓને નોટીસ આપી છે. જિલ્લા અને સત્ર ન્યાયાધિશ રાકેશ માલવીયની અદાલતે આ તમામને ૨૧ ઓક્ટોબર સુધીમાં રૂબરૂ હાજર થવા અથવા તો વકીલના માધ્યમથી હાજર થવાનો આદેશ આપ્યો છે. જે લોકોને નોટિસ મોકલવામાં આવી છે તેમા કરણ જૌહર સિવાય આદિત્ય ચોપડા, સંજય લીલા ભણસાલી, સાજિદ નડિયાદવાળા, એકતા કપૂર, ભૂષણ કુમાર અને દિનેશ વિજય સામેલ છે.
મુઝફ્ફરપુરના અધિવક્તા સુધીર ઓઝાએ ૧૭ જૂને મુઝફ્ફરપુર સીજેમની અદાલતમાં એક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં સલમાન ખાસ સહિત આ તમામ ફિલ્મી સિતારાઓને સુશાંતના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સીજેમ દ્વારા તેના વિસ્તારનો કેસ ન હોવાનું જણાવી મામલાને રદ્દ કરી દીધો હતો. ત્યારે સુધીર ઓઝાએ ડિસ્ટ્રિક્ટ જજની અદાલતમાં રિવિઝન કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજની અદાલતમાં દાખલ રિવીજન કેસની સુનાવણી કરતા આ તમામને ૭ ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો છે.