Charotar Sandesh
ઈન્ડિયા

કાલે સૂર્યગ્રહણ : 38 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત નઝારો… જાણો સમય સાથે વિગતો…

ગ્રહણ સ્પર્શ સવારે 10:03 કલાકે, ગ્રહણ મઘ્ય બપોરે 11:42 તથા ગ્રહણ મોક્ષ બપોરે 1:33 કલાકે : ભારત સહિત એશિયાના કેટલાક દેશોમાં ગ્રહણ જોવા મળશે…

ધાર્મિક ટ્રસ્ટીએ પાળવાનું રહેશે : સૂર્યગ્રહણ નરી આંખે જોવુ હાનિકારક : સૂર્યગ્રહણ સમયે સાત ગ્રહો વકી : દેશ-દુનિયામાં વિપત્તિના વાદળો છવાય તેવી જયોતિષીઓની માન્યતા…

આવતીકાલ તા.21મીના રવિવારે સવારે 10 વાગ્યાથી આકાશમાં કંકણાકૃતિ ખંડગ્રાસ ગ્રહણનો અદભૂત નઝારો જોવા મળશે. કાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રારંભ સવારે 10:03 વાગ્યાથી થશે. ગ્રહણ મઘ્યમાં બપોરે 11:42 કલાકે આવશે તથા બપોરે 1:33 કલાકે ગ્રહણ મોક્ષ થશે. 11:42 કલાકે સૂર્યનો 75 ટકા ભાગ ઢંકાઇ જશે. ત્યારબાદ ક્રમશ: મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. દુનિયાભરનાં લોકોમાં અવકાશી ઘટના નિહાળવાની જબરી ઉત્કંઠા છે.

કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક ટ્રસ્ટીએ પાળવાનું રહે છે. આજે રાત્રે 10:14 વાગ્યાથી રવિવારના બપોરે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી સુતક રહેશે. 2020 બાદ 2139માં 30 દિવસમાં ત્રણ ગ્રહણનો યોગ બનશે.

રવિવારે સવારે વર્ષનું પહેલું અને છેલ્લુ સૂર્યગ્રહણ થશે. જે ભારતમાં જોવા મળશે. સવારે 10:14 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે. તેનું સૂતક શનિવારે રાતે 10:14 વાગ્યાથી શરૂ થશે. સૂતક સમયે પૂજા પાઠ કરવા જોઇએ નહી. આ સમયે માત્ર મંત્રનો જાણ કરી શકો છો. ઉજ્જૈનના જયોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે ગ્રહણ સવારે 10:14 વાગ્ગાથી બપોરે 1:38 વાગ્યા સુધી રહેશે.

ગ્રહણનું સૂતક 12 કલાક પહેલા શરૂ થઇ જાય છે અને ગ્રહણ પૂર્ણ થયા સુધી રહેશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ પૂજા-પાઠ કરી શકાશે. આ પહેલા 5 જૂને ચંદ્રગ્રહણ થયું હતું. 21 જૂને સૂર્યગ્રહણ છે અને 5 જુલાઇએ ફરીથી ચંદ્રગ્રહણ થશે. 5 જૂન અને 5 જુલાઇના ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ નથી. કેમ કે આ મંદગ્રહણ છે. આ ગ્રહણમાં ચંદ્રની આગળ માત્ર ધૂળ જેવો પડછાયો આવી જાય છે. આ પ્રકારે 30 દિવસમાં ત્રણ ગ્રહણનો દુર્લભ યોગ હવે 119 વર્ષ બાદ બનશે. વર્ષ 2139માં 11-12 જુલાઇની રાતે ચંદ્રગ્રહણ, 25-26 જુલાઇએ સૂર્યગ્રહણ અને ત્યારબાદ 9-10 ઓગષ્ટે ચંદ્રગ્રહણ થશે. તે સમયે પણ આ ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ રહેશે નહી.

2020 પહેલા શનિના મકર રાશિમાં વક્રી રહીને આવા ત્રણ ગ્રહણ 1962માં થયા હતાં. 58 વર્ષ પહેલા 17 જુલાઇએ ચંદ્રગ્રહણ અને 15-16 ઓગષ્ટે મઘ્ય રાત્રીએ ચંદ્રગ્રહણ થયું હતું. તે વર્ષમાં પણ ચંદ્રગ્રહણની ધાર્મિક માન્યતા હતી નહી. 1962માં ભારત-ચીન વચ્ચે યુઘ્ધ થયું હતું. થોડા દિવસો બાદ 1 સપ્ટેમ્બર 1962એ ઇરાનમાં ભારે ભૂકંપ આવી ગયો હતો. 2020માં પણ આવુ જ ગ્રહણ થઇ રહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગમાં સતત ભૂકંપના ઝટકા આવી રહ્યા છે અને હજુ પણ તેનો ખતરો સંભવ છે. આ ગ્રહણ ભારત સિવાય એશિયા, આફ્રિકા અને યૂરોપનાં થોડા ક્ષેત્રમાં જોવા મળશે. દરેક જગ્યાએ ગ્રહણનો સમય અલગ-અલગ રહેશે.

Related posts

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૫૦ અબજ ડૉલરનો માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની…

Charotar Sandesh

દુશ્મની એવી કરો કે ફરી મિત્રો બનો તો શરમ ન આવેઃ સુષ્મા સ્વરાજ

Charotar Sandesh

સાંસદોને ખાતાની ફાળવણી : અમિત શાહને મળ્યું ગૃહમંત્રાલય, રાજનાથસિંહ બન્યા સંરક્ષણ પ્રધાન…

Charotar Sandesh