Charotar Sandesh
બોલિવૂડ

કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન માળવા ગઈ…

મુંબઈ : વર્ષ ૨૦૨૦ તમામ લોકો માટે ખરાબ યાદો આપીને ગયુ છે, હવે બધાને નવા વર્ષનો ઇન્તજાર છે, અને તેના સ્વાગત માટે તૈયાર છે. આવામાં બૉલીવુડ સ્ટાર્સ પણ ન્યૂ ઇયરને વધાવવા મુંબઇથી બહાર નીકળી ગયા છે. દીપિકાથી લઇને આલિયા, રણબીર, રણવીર, અર્જૂન કપૂર, મલાઇકા અરોડા સહિતના સ્ટાર્સ હાલ ખાસ જગ્યાઓ પર વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. આ લિસ્ટમાં બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ પોતાના કથિત બૉયફ્રેન્ડને લઇને છુપાઇ છુપાઇને વિદેશ ગઇ છે.
તાજેતરમાં જ કિયારાની તસવીરો સામે આવી છે, કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે. આ લવબર્ડે પોત પોતાના સોશ્યલ મીડિયા પર માલદીવની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
વાત કરીએ કિયારા અડવાણીની તો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, જેમા તે દરિયા કિનારે ઉભેલી ગોલ્ડન કલરની બેકલેસ ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. આ તસવીર શેર કરતા એક્ટ્રેસે લખ્યું- તુમ્હારી તરફ દેખ રહી હુ સાલ ૨૦૨૧…વળી સિદ્વાર્થે પણ પોતાના એકાઉન્ટ પર તસવીર શેર કરી છે, જેમા તે બ્લૂ કલરનો સ્વિમિંગ શૉટ્‌ર્સ પહેરેલો દેખાઇ રહ્યો છે.

Related posts

દયાભાભીએ અધધધ… ૭૦ લાખની કાર ખરીદી…!!

Charotar Sandesh

રાજની એપમાં પોર્ન ફિલ્મ નહિ, ઓટીટી પ્લેટફોર્મ પર હોય તેવું કન્ટેન્ટ છે’ : શિલ્પા શેટ્ટી

Charotar Sandesh

અભિનેત્રી કૃતિ સેનને કોરોનાને હરાવ્યો, ફેન્સ અને ડૉક્ટર્સનો માન્યો આભાર…

Charotar Sandesh