Charotar Sandesh
સ્પોર્ટ્સ

કુમ્બલેની કેપ્ટન્સીમાં મને ક્યારે મારા સ્થાનની ચિંતા થઈ નહતીઃ ગૌતમ ગંભીર

નવી દિલ્હી : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગૌતમ ગંભીરે તેની ઓલટાઈમ ઈન્ડિયન ઈલેવનની કેપ્ટન્સી ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુમ્બલને સોંપી છે. જ્યારે ગંભીરની ટેસ્ટ ઈલેવનમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું હતુ. ગંભીર અગાઉ પણ કુમ્બલેના ભારોભાર વખાણ કરી ચૂક્યો છે. તેણે કહ્યું હતુ કે, હું મારી કારકિર્દીમાં જે કેપ્ટનોના માર્ગદર્શનમાં રમ્યો હતો, તેમાંથી મારી પસંદગીનો કેપ્ટન તો અનિલ કુમ્બલે જ છે.
ગંભીરે ઊમેર્યું હતુ કે, કુમ્બલેની કેપ્ટન્સીમાં મને ક્યારે મારા સ્થાનની ચિંતા થઈ નહતી. તેણે મને મુક્તમને રમવાની છૂટ આપી હતી. ગંભીરે તેની ઓલ ટાઈમ ટેસ્ટ ઈલેવનમાં મોટાભાગે તેની સાથે રમેલા ખેલાડીઓને પસંદ કર્યા હતા. ભારતીય ક્રિકેટનાં લેજન્ડરી સુપરસ્ટાર્સ સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ ગંભીરની ટેસ્ટ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. જ્યારે ફાસ્ટર તરીકે ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથ પર તેણે પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
રાહુલ દ્રવિડને ત્રીજા અને સચિન તેંડુલકરને ચોથા ક્રમના બેટ્‌સમેન તરીકે તેણે પસંદ કર્યા હતા. વિકેટકિપર તરીકેની જવાબદારી માટે ધોનીની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વર્તમાન કેપ્ટન અને ધુરંધર બેટ્‌સમેન કોહલીને પાંચમા ક્રમે બેટીંગમાં ઉતારવા માટે પસંદ કર્યો હતો. કેપ્ટન કુમ્બલેના સ્પિન જોડીદાર તરીકે હરભજન સિંઘને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ગંભીરની ઓલટાઈમ ટેસ્ટ ઈલેવન : ગાવસ્કર, સેહવાગ, દ્રવિડ, તેંડુલકર, કોહલી, કપિલ દેવ, ધોની (વિ.કી.), હરભજન, અનિલ કુમ્બલે (કેપ્ટન) , ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથ.

Related posts

ભારતીય ફિલ્ડરોએ ખુબજ ખરાબ ફિલ્ડીંગ કરી, કેટલાયે કેચ છોડ્યા : યુવરાજ સિંહ

Charotar Sandesh

સીએસકેએ રૈના અને હરભજનની આઈપીએલમાંથી હટવાને લઈને તોડ્યું મૌન…

Charotar Sandesh

પ્રેક્ટિસ મેચ છોડીને રોહિત-રહાણે ભારત-શ્રીલંકાની મેચ જોતા જોવા મળ્યા

Charotar Sandesh