Charotar Sandesh
વર્લ્ડ

કેનેડામાં અંધાધૂંધ ગોળીબાર : હુમલાખોરે પોલીસ યૂનિફોર્મ પહેરી 13 લોકોની ગોળી મારી હત્યા કરી…

હુમલાખોરની સાથે કથિત રીતે હાજર રહેલી એક મહિલાની પણ ધરપકડ…

ટોરન્ટો : કેનેડાના નોવા સ્કોટિયામાં પોલીસ યૂનિફોર્મ પહેરીને હુમલખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં 12 લોકોના મોટ નિપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્રોસ ફાયરિંગમાં પોલીસની ગોળીથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. કેનેડામાં 30 વર્ષ બાદ આ પ્રકારની કોઈ ઘટના જોવા મળી છે.

આ શૂટઆઉટમાં એક પોલસકર્મીનું પણ બચાવ કાર્ય દરમિયાન ગોળી વાગવાથી મોત થયું છે. આ ઘટના હેલિફેક્સ ટાઉનથી 100 કિલોમીટર ઉત્તરમાં પોર્ટપિક નામના એક કસ્બામાં બની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી એક ઘરેથી એનક લોકો કબજામાં લીધી છે. નોંધનીય છે કે કેનેડાના આ વિસ્તારમાં પણ કોરોના સંક્રમણને કારણે લૉકડાઉન લાગુ છે. આ વિસ્તારના અનેક ઘરોમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી છે.

Related posts

મોદી પ્રત્યે ‘દિલ’ પણ ભારત સાથે હમણાં ‘નો ડિલ’ : ટ્રમ્પ

Charotar Sandesh

ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં શ્રેષ્ઠ : યુએન સેક્રેટરી

Charotar Sandesh

સંકટમાંથી બહાર કાઢવા માટે હવે અમેરિકા પણ ભારતને મદદ કરશે…

Charotar Sandesh