Charotar Sandesh
બોલિવૂડ

કેન્સર સામે લડી રહેલા સંજય દત્તની તસ્વીર જોઈ પ્રસંશકો ચોક્યા, રીકવરીની કરી પ્રાર્થના

મુંબઈ : સોશિયલ મીડિયા સંજય દત્તની પર એક તસવીર અત્યંત વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા શારીરિક રીતે ખૂબ જ નબળો જોવા મળી રહ્યો છે. નવી વાયરલ થયેલી પોસ્ટ જોયા બાદ ફેન્સ તેની ઝડપી રિકવરીની શુભેચ્છા આપી રહ્યા છે. ઝડપથી સાજા થવાની મનોકામના સાથે એક યુઝરે લખ્યું છે કે ‘બાબા ખૂબ નબળા દેખાઈ રહ્યા છે. હું તેમની ઝડપથી રિકવરીની પ્રાપ્તિની આશા કરું છું.
બીજા યુઝરે લખ્યું, ‘મને આશા છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે.’ તસવીરમાં સંજય દત્ત નબળો જોવા મળી રહ્યો છે. આ ફોટો હોસ્પિટલ સ્ટાફમાંથી કોઈએ ક્લિક કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે સંજયના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ તસવીરમાં તેનો લૂક એકદમ બદલાયેલો લાગે છે. ફેન્સ તેની રિકવરી માટેની પ્રાર્થના કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં સંજય દતે હળવા બ્લુ કલરના ટી-શર્ટ અને ડાર્ક બ્લુ કલરની જીન્સમાં જોવા મળી રહ્યો છે. સંજયની તબિયત હાલમાં ઠીક નથી. ૧૧મી ઓગસ્ટે તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તે સારવાર માટે થોડો સમય રજા લઈ રહ્યો છે. જોકે, તેની સમસ્યા શું છે તે અંગે અભિનેતા અને તેના પરિવાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, કોમલ નહાટાએ તેના સ્વાસ્થ્ય અંગે કહ્યું હતું કે અભિનેતા ફેફસાના કેન્સરથી પીડિત છે.

Related posts

અભિનેત્રી ઉર્મિલાની કેન્દ્રને અપીલઃ મહારાષ્ટ્રને વહેલી તકે ઉપલબ્ધ કરાવે કોરોના રસી…

Charotar Sandesh

શાહરુખ ખાનની ફિલ્મ ‘બોબ બિશ્વાસ’માં અભિષેક બચ્ચન લીડ રોલમાં જોવા મળશે…

Charotar Sandesh

‘ભુજ’ના મેકર્સ ફિલ્મ અટકી ના પડે તે માટે પાયલટ સાઉન્ડથી કામ ચલાવશે…

Charotar Sandesh