Charotar Sandesh
સ્પોર્ટ્સ

કેન વિલિયમ્સ ભારત વિરુદ્ધ ઈન્જેક્શન લઈને રમ્યો હતો, લીધો મોટો નિર્ણય…

વેલિંગ્ટન : ન્યૂઝીલેન્ડના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન સુકાની કેન વિલિયમ્સને કોણીની ઈજાના કારણે હંડ્રેડ ક્રિકેટ સિરીઝની પ્રથમ સિઝનમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. આ ઈજાના કારણે જ તે ગત મહિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. તેણે બર્મિંગહામ ફિનિક્સ સાથે ૧.૧૦ લાખ ડોલરનો કરાર કર્યો હતો.
ન્યૂઝીલેન્ડનો સુકાની કેન વિલિયમ્સન છેલ્લા છ મહિનાથી આ ઈજાથી પરેશાન છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીત્યા બાદથી બ્રિટનમાં છે. તે મેન્ટર તરીકે બર્મિંગહામ ફિનિક્સ ટીમ સાથે જોડાઈ શકે છે.
ફાઈનલમાં રમવા ઉતરતા પહેલા વિલિયમ્સને કોણીમાં ઈન્જેક્શન લીધું હતું. બીજા દાવમાં તેણે મહત્વની અને મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. તેણે ૮૯ બોલમાં ૫૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ટીમને વિજય અપાવ્યો ત્યાં સુધી તે મેદાનમાં અડગ રહ્યો હતો. સામે છેડે તેને અનુભવી રોસ ટેલરનો પણ સાથ મળ્યો હતો જેણે અણનમ ૪૭ રન નોંધાવ્યા હતા. આ જોડીએ ૯૬ રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ૧૮થી ૨૩ જૂન દરમિયાન રમાઈ હતી. આ મેચ વરસાદથી પ્રભાવિત રહી હતી. પ્રથમ અને ચોથા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. ખરાબ હવામાનના કારણે બીજા અને ત્રીજા દિવસની રમત પણ વહેલી પૂરી કરવી પડી હતી. મેચનું પરિણામ છઠ્ઠા દિવસે એટલે કે રિઝર્વ ડે પર આવ્યું હતું. ભારતે ૧૩૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ન્યૂઝીલેન્ડે આઠ વિકેટ બાકી રાખતા પાર પાડ્યો હતો. કાયલે જેમિસન મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

Related posts

બીસીસીઆઇ માત્ર પૈસા પાછળ નથી ભાગતુઃ સુનિલ ગાવસ્કર

Charotar Sandesh

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ થશે શરૂ…

Charotar Sandesh

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની અમદાવાદથી પુણે સુધીની હવાઈ સફરનો વીડિયો કર્યો શેર…

Charotar Sandesh