Charotar Sandesh
બોલિવૂડ

કેસમાં નવો મોડ : સુશાંતની બહેનના નામે એફડીમાંથી કરોડો ગાયબ…

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ કલાકાર સુશાંત સિંહ રાજપૂતે અચાનક આત્મહત્યા કરી લેતા પ્રશંસકોમાં શોકની લહેર ફેલાઇ છે. સુશાંત સિંહ કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં રિયા ચક્રવર્તી ચારેબાજુથી ઘેરાઇ ચુકી છે. સુશાંતના પરિવારજનોનો સતત આરોપ છે કે આ કેસમાં રિયા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ મામલે બિહાર પોલીસ, મુંબઈ પોલીસ સીબીઆઈ અને ઈડી દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ છે. રિયા ચક્રવર્તીએ મોટી સંખ્યામાં સુશાંતના ખાતામાંથી પૈસાની હેરાફેરી કરી છે તેવુ સુશાંતના પિતાનો આરોપ છે. હવે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં રિયા ચક્રવર્તીએ પુછપરછ દરમિયાન કેટલીક મહત્વની વિગતો પરથી પડદો ઉઠાવ્યો છે.
સુશાંતના બેંક ખાતામાંથી આશરે ૧૫ કરોડ રૂપિયાની હેરાફેરીથી લઇને હવે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધી તપાસનો દૌર આગળ ધપ્યો છે. પુછપરછમાં રિયાએ જે માહિતી આપી છે તેમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટના નામે માર્ચમાં પુરા થતા નાણાંકીય વર્ષ દરમિયાન ૨ કરોડ ૬૫ લાખ ટ્રાન્સફર કર્યા છે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર સુશાંતે તેની મોટી બહેનના નામે સાડા ચાર કરોડની એફડી કરાવી હતી. જો કે રિયાને આ વાતની જાણ થતા તેણે તેના ભાઇની સાથે મળીને અઢી કરોડની રકમ ઉપાડી લીધી આથી એફડીમાં બે કરોડ જ રહ્યા હતા. આ સિવાય સુશાંતની કંપનીના હિસાબના તાળા મળતા નથી.
જમા રકેમ અને શંકાસ્પદ લેતીના કેટલાયે પુરાવાઓ એફડીના હાથ લાગ્યા છે. રિયા આ તમામ સવાલોના જવાબ આપવામાં અચકાઇ રહી છે. આ અગાઉ સુશાંતના પિતા કે.કે.સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મારા પુત્રના બેંક ખાતામાં ૧૭ કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા ૧ વર્ષમાં ૧૫ કરોડ રૂપિયાનો ચાઉં કરવામાં આવ્યા છે. આ પૈસા જ્યાં ટ્રાન્સફર થયા તેમની સાથે મારા પુત્ર સાથે કંઈ લેવાદેવા નથી.

Related posts

ઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh

કેન્સર સામે લડી રહેલા સંજય દત્તની તસ્વીર જોઈ પ્રસંશકો ચોક્યા, રીકવરીની કરી પ્રાર્થના

Charotar Sandesh

મારી સાથે પણ સહકર્મીઓએ સેક્સ વર્કર જેવુ કામ કર્યુ હતુઃ કંગના

Charotar Sandesh