Charotar Sandesh
ઈન્ડિયા

કેસોની સંખ્યા ૯૮ લાખની નજીક, હાલ ૩,૭૨,૨૯૩ એક્ટિવ કેસો : ૨૪ કલાકમાં ૩૧,૫૨૧ નવા કેસ…

દેશમાં કોરોનાની રફતાર થઇ ધીમી : ૨૪ કલાકમાં ૩૧,૫૨૧ નવા કેસ, ૪૧૨ દર્દીનાં મોત…

ન્યુ દિલ્હી : દિવાળીના તહેવારોમાં કોરોનાવાયરસના સંક્રમણના કેસોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જે હવે ધીમેધીમે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૫૨૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૧૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૭,૬૭,૩૭૨ થઈ ગઈ છે. ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૨ લાખ ૫૩ હજાર ૩૦૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
૨૪ કલાકમાં ૩૭,૭૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૭૨,૨૯૩ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૧,૭૭૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. શેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૫,૦૭,૫૯,૭૨૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૯,૨૨,૯૫૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૩૧૮ નવા કેસ નોંધાયા છે.
સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં ઘટાડો આવ્યો છે. ત્યારે આજે શહેરમાં ૨૬૯અને જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ ૧૩ દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ ૨,૨૨,૮૧૧ દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો ૫૦૦૦૦ને પાર થઈ ગયો છે.

Related posts

જામા મસ્જિદમાં ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ પર્યટકો પર પ્રતિબંધ

Charotar Sandesh

ચોમાસાંનો મહારાષ્ટ્રમાં પ્રવેશ, ૨-૩ દિવસમાં મુંબઇમાં વરસાદ આવશે…

Charotar Sandesh

આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ, મનીષ સિસોદીયા આવશે અમદાવાદ…

Charotar Sandesh