Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી થયા કોરોના પોઝીટીવ : હોમ આઈસોલેટ થયા…

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોરોનાની ઝપટમાં…
રાહુલ ગાંધીને સામાન્ય લક્ષણ દેખાયા પછી ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આઈસોલેટ થયા, સંપર્કમાં આવેલા લોકોને તેમનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી…

ન્યુ દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને તેમનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને આ વિશે માહિતી આપી છે.

આ સાથે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સીનિયર નેતા મનમોહન સિંહ પણ હાલ કોરોના પોઝિટિવ છે. હાલ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સના ડોક્ટર્સ સતત તેમના પર વોચ રાખી રહ્યા છે. તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ પણ થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ નોંધાયા હતા. રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ આવ્યા પછી પ્રિયંકા ગાંધીએ પોતાને આઈસોલેટ કરી લીધા હતા અને પોતાની બધી ચૂંટણી રેલી રદ કરી દીધી હતી.

Related posts

નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતી ૧૨૦૦ મહિલાઓ વિરુદ્ધ કેસ દાખલ…

Charotar Sandesh

કોવિડથી અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ૧.૧ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત…

Charotar Sandesh

પાકિસ્તાનની અવળચંડાઇ : એલઓસી પાસે ટેન્કો, કમાન્ડો તહેનાત કર્યા…

Charotar Sandesh