Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશન બાદ પાટીલ, કહ્યું- વીડિયોમાં સોમાભાઈનો ચહેરો જ નથી દેખાતો…

ગાંધીનગર : ગુજરાતમાં ૮ બેઠકો પરની પેટાચૂંટણીને હવે ૫૫ કલાક પણ આડા નથી ત્યારે સામે આવેલા એક સ્ટિંગ ઓપરેશને ગુજરાતના રાજકારણમાં સનસનાટી મચાવી છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કરી દઈને ભાજપને ઘેરી છે. તો ભાજપે પણ તુરંત સ્પષ્ટિકરણ આપ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પોતે જ બચાવમાં આવ્યા હતાં. તેમણે કોંગ્રેસ પર લોકોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અર્જુન મોઢવાડિયા પર પણ સણસણતા પ્રહારો કર્યા હતાં.
કોંગ્રેસે સોમા ગાંડા પટેલનું એક સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું હતું. જેમાં તેઓ ખરીદ વેચાણવી વાત કરી રહ્યાં છે. જેને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફગાવતા કહ્યું હતું કે, વીડિયોમાં ક્યાંય સોમાભાઈ પટેલ દેખાતા જ નથી. સોમાભાઈ પટેલે ક્યાંય મારૂ નામ લીધું જ નથી. સોમાભાઈએ ક્યાંય એવુ કહ્યું જ નથી કે, હું પૈસાની લેવડ દેવડમાં હતો જ નહીં. સોમાભાઈ જ્યારે કોંગ્રેસમાં હતાં ત્યારે અમે બંને સાથે સંસદમાં હતાં.
પાટિલે ઉમેર્યું હતું કે, સોમાભાઈએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે હું પ્રદેશની ટીમમાં જ નહોતો. તો પછી મારૂ નામ ક્યાં વચ્ચે આવે જ? કોંગ્રેસ માત્ર લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રકારના આક્ષેપો બદલ કોંગ્રેસે માફી માંગવી જોઈએ. સીઆર પાટીલે અર્જૂન મોઢવાડિયા પર વળતા પ્રહાર કર્યા હતાં. તેમણે મોઢવાડિયાને જુઠવાડિયા ગણાવ્યા હતાં. સાથે જ પાટીલે પણ પુલવામા હુમલાનો મુદ્દો ઉખેળતા કહ્યું હતું કે, કોંગેસ અને તેના નેતાઓએ પુલવામા હુમલા વખતે પણ ખોટા આરોપ લગાવ્યા હતાં. આ પ્રકારના આક્ષેપ બદલ કોંગ્રેસે માફી માગવી જોઈએ. સાથે જ પાટીલે પેટાચૂંટણીમાં તમામે તમામ ૮ બેઠકો ભાજપ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૮-૨૯ જૂલાઈએ ગુજરાત અને તામિલનાડુના પ્રવાસે

Charotar Sandesh

સુરત અગ્નિકાંડમાં એફસએફલનો રિપોર્ટ રજૂઃ આગ આર્કેડની અંદરથી લાગી હતી…!!

Charotar Sandesh

જીટીયુ વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક : સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી…

Charotar Sandesh