Charotar Sandesh
ગુજરાત

ભરતસિંહ સોલંકીને અમદાવાદના સીમ્સ હોસ્પીટલમાં ખસેડાયા : તબિયત સુધારા પર હોવાનું જણાયું…

અમદાવાદ : દેશમાં આજે ૨૦૦૦૦થી વધુ અને ગુજરાતમાં એક જ દિવસમાં ૬૮૧ કોરોના કેસ નોંધાયા છે. દિવસે ને દિવસે કોરોના નો કહેર વધતો જણાય છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ચૂંટણી બાદ તરત જ કોરોના હોવાનું સામે આવ્યું હતું અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેમની તબિયત લથડતા અમદાવાદ શિફ્ટ કરાયા હતા. હાલ તેમની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળે છે. આ સાથે સવારના સમયે ભરતસિંહની તબિયત ક્રિટીકલ હોવાના સમાચાર વહેતા થયા હતા, જે બાદ સુત્રો દ્વારા ખુલાસો કરાયો છે કે, તેઓની તબિયત એકદમ સુધારા પર છે, જેને લઈ કોંગ્રેસના કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ, ભરતસિંહ સોલંકીની હાલત એકદમ સ્ટેબલ અને સ્થિર છે અને હવે કોઈપણ જાતનો ખતરો હેાય તેમ લાગતું નથી. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોના મત મુજબ શ્વાસ લેવાની જે તકલીફ હતી તેમાં પણ હવે ઘણો બધો સુધારો થઈ જવા પામ્યો છે અને ક્યારેક ક્યારેક જ ઓક્સીજન લેવાની જરૂરત પડી રહી છે. તેઓ વીડિયો અને ફોન કોલ્સ દ્વારા વાતચીત પણ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

શિવરંજની હિટ એન્ડ રન કેસઃ પર્વ શાહ જેલમાં, માનવ વધનો ગુનો દાખલ…

Charotar Sandesh

ભાજપ નેતાના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા : આઠની ધરપકડ…

Charotar Sandesh

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો…

Charotar Sandesh