Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો, ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી ધારાસભ્યો ખરીદે છે : અમિત ચાવડા

સ્ટિંગમાં સોમાભાઈએ કહ્યું-કોઇને 10 કરોડથી વધુ નથી આપ્યા…

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો…

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીને લઇને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. 3 નવેમ્બરે 8 બેઠકો પર મતદાન થવાનું છે અને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જવાના છે. ત્યારે ભાજપ દ્વારા પૈસા આપીને જનપ્રતિનિધિ ખરીદવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનના વીડિયો પણ જાહેર કર્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છેકે, ભાજપ દ્વારા નેતાઓના ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે. સાથે જ સી.આર.પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. પાટીલે આક્ષેપ બાદ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષે બેજવાબદાર બની મારા પર આક્ષેપ કર્યા છે. 15મી માર્ચે સોમાભાઈએ રાજીનામુ આપ્યું અને મેં જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સાંભળ્યો હતો.

https://fb.watch/1uiRGG39np/

વીડિયોમાં મુખ્યમંત્રી, પાટીલ અને અમિત શાહનો ઉલ્લેખઃ અમિત ચાવડા
અમિત ચાવડાએ કહ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છેકે કઇ રીતે ભાજપે ધારાસભ્યો સાથે સોદાબાજી કરી છે. કરોડો રૂપિયા આપી રાજીનામા અપાવ્યા છે. આ સોદાબાજીમાં આખી પ્રક્રિયામાં ડીલ કરવામાં રાજ્યાના મુખ્યમંત્રી, રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અમિત શાહ આ ત્રણેયના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયા છે. તેનાથી સ્પષ્ટ થાય છેકે, ભાજપ દ્વારા જ્યારે તેમના કાર્યો અને નીતિથી પ્રજા વચ્ચે જઇ શકાતું નથી ત્યારે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી આ રીતે સોદાબાજી થાય છે, ધારાસભ્યોના રાજીનામા લેવાય છે અને આ ધારાસભ્યો સાથે સોદાબાજી કરી ફરીથી ટિકિટ આપવા આવે છે.

Related posts

અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, નવરાત્રિ દરમિયાન દર્શનનો સમય બદલાયો…

Charotar Sandesh

આ પાટીદાર યુવાન US માં બન્યો પોલીસ અધિકારી, ગુજરાતી માં માન્યો લોકોનો આભાર

Charotar Sandesh

કોંગ્રેસ કૃષિ બિલના વિરોધમાં ૨૬ ડિસેમ્બરથી “ચલો ખેતરે-ચલો ગામડે” કાર્યક્રમ…

Charotar Sandesh