Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી એપ્રિલમાં થવાની સંભાવના…

રાહુલ ગાંધી નહીં માને તો પ્રિયંકા ગાંધી વાડ્રા પક્ષપ્રમુખ બનશે…

ન્યુ દિલ્હી : કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની ચૂંટણી ૨૦૨૧ના એપ્રિલમાં થવાની શક્યતા હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. સૌની નજર રાહુલ ગાંધી પર હતી પરંતુ રાહુલ નહીં માને તો પ્રિયંકા ગાંધીને અઘ્યક્ષ બનાવવાની વિચારણા ચાલી રહી તી.
આ સૂત્રોએ કહ્યું હતું કે ૨૦૧૯ની સંસદીય ચૂંટણીમાં થયેલા નુકસાન કરતાં ઓછું નુકસાન થાય એ રીતે ચૂંટણી કરવાની વિચારણા ચાલી રહી હતી. અત્રે એ યાદ રહે કે ૨૦૧૯ની સંસદીય ચૂંટણીમાં મળેલા ઘોર પરાજય પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું અને સોનિયા ગાંધીએ વચગાળાના પ્રમુખપદની જવાબદારી સ્વીકારી હતી.
પક્ષમાં મોટા ભાગના સભ્યો એમ માને છે કે ગાંધી પરિવાર સિવાય કોઇ અધ્યક્ષ બને તો એ પૂરેપૂરી સ્વતંત્રતાથી કામ નહીં કરી શકે. ચૂંટણી જીતવા માટે પણ ગાંધી પરિવારની નેતાગીરી જરૂરી હતી એવું આ જૂથ માનતું હતું. પક્ષને કાયમી પ્રમુખ આપવા માટેજ શશી થરુર, કપિલ સિબલ, ગૃલામ નબી આઝાદ વગેરે ૨૨ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રને બળવો સમજીને કચડી નાખવામાં આવ્યો હતો અને ગાંધી પરિવાર તરફી પરિબળોએ આ પત્ર લખનારા ભાજપતરફી હોવાના આક્ષેપ કર્યા હતા. એથી ગુલામ નબી આઝાદ વગેરે નારાજ થયા હતા ત્યારે સોનિયાએ તેમને મનાવી લીધા હતા.
અત્યારના કોરાના ચેપના પગલે એપ્રિલ સુધી આ ચૂંટણી મુલતવી રાખવી એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચૂંટણી કઇ રીતે કરવી એની અને અન્ય વિકલ્પોની વિચારણા હાલ ચાલી રહી હતી.

Related posts

ટાઉતે વાવાઝોડાનો કહેર : બોમ્બે હાઈની પાસે સમુદ્રમાંથી મળ્યા ૧૪ મૃતદેહ…

Charotar Sandesh

રાજ્યપાલ આનંદીબેન પટેલે રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી યોગીને બાંધી રાખડી…

Charotar Sandesh

લો બોલો, વેક્સિન મુદ્દે પંજાબ સરકારનું એલાન, આખું ગામ રસી લઇ લે તો ઇનામ રૂ. ૧૦ લાખ…

Charotar Sandesh