Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ સજ્જ…

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંકલન સમિતિની મહત્વની બેઠક મળી. બેઠકમાં સંકલન સમિતિના સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રમુખ ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ચૂંટણીમાં ક્યા મુદ્દે લોકો સુધી જવું તેના પર ચર્ચા કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજીવ સાતવે વિવિધ બેઠકો યોજી સ્થાનિક સ્વરાજ્ય તેમજ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ હોવાનું જણાવ્યું. રાજીવ સાતવે જણાવ્યું કે કોંગ્રેસની નવનિયુક્ત કમિટી દ્વારા બુથ મજબૂત કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.
ચૂંટણીમાં સિનિયર નેતાઓને જવાબદારી સોંપવા અંગે સાતવે જણાવ્યું કે સિનિયર નેતાઓએ વર્ષ ૨૦૧૭માં સારું પરિણામ આપ્યું હતું. અને આગામી સમયમાં પણ સિનિયર નેતાઓના માર્ગદર્શનમાં સારું પરિણામ મળશે. રાહુલ ગાંધી સતત સિનિયર નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા હાર્યા બાદ પણ કોંગ્રેસે ત્યાર પછીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવી હતી. જ્યારે કે વર્ષ ૨૦૧૭માં પણ ફક્ત ૧૦ બેઠકો માટે કોંગ્રેસ રહી ગઇ હતી.

Related posts

ગુજરાતને ૧.૬૩ લાખ રેમડેસિવિર ઈન્જેક્શન આપશે કેન્દ્ર સરકાર…

Charotar Sandesh

રાજ્યનું સ્કૂલબોર્ડ એક્શનમાં : ’બાળકોને શાળાએ બોલાવશો તો સસ્પેન્ડ થશો’

Charotar Sandesh

ગુજરાતમાં ટ્યૂશન ક્લાસીસ શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ…

Charotar Sandesh