Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યાઃ ૨૪ કલાકમાં અધધ.. ૫૨ હજાર કેસો, ૭૭૫ના મોત….!

દેશમાં કોરોનાના કુલ કેસ ૧૫.૮૩ લાખ,આજે ૧૬ લાખને પાર થશે : કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩૫ હજારને પાર,૩૨,૮૮૬ લોકો સાજા થયા…

આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ૧૦,૦૯૩ કેસ મળ્યા, મહારાષ્ટ્ર ૯,૨૧૧ કેસ સાથે બીજા નંબરે…

ભારતમાં ૧૦ લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી…

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં અનલોક-૨ના ૨૯મા દિવસે એટલે કે બુધવારના ૨૪ કલાકમાં અધધ..૫૦ હજાર કરતાં વધારે કોરોનાના કેસો સામે આવતાં કેસોના અત્યારસુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. આજે ગુરૂવારે સવારે છેલેલાં ૨૪ કલાકના કેસોના આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે રેકોર્ડબ્રેક ૫૨,૨૬૩ કેસો સામે આવ્યાં હતા.કેસોનો આંકડો ૧૬ લાખની નજીક ૧૫,૮૪,૬૦૦ પર પહોંચી ગયો હતો. આ જ સમયગાળામાં જો કે ૩૨,૮૮૬ દર્દીઓ સાજા પણ થયા હતા અને તે સાથે સાજા થનારા લોકોનો આંકડો ૧૦ લાખને પાર થએને ૧૦,૨૧,૬૬૮ પર પહોચ્યો હતો. છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૭૭૫ના મોત પણ થયા હતા. અને તે સાતે મૃત્યુઆંક વધીને ૩૫ હજારની ઉપર પહોંચી ગયો હતો. નવાઇ લાગે તેમ હવે મહારાષ્ટ્રના સ્થાને આંધ્રપ્રદેશમાં ૧૦ હજાર કરતાં વધુ કેસો બહાર આવ્યાં હતા. જ્યારે મહારાષ્ટ્રમાં બીજા નંબરે ૯,૨૧૧ કેસો નોંધાયા હતચચા.ત્રીજા નંબરે તામિલનાડુમાં ૬,૪૨૪ કેસો નોંધાયા હતા. અનલોક-૩નો પહેલી ઓગસ્ટથી અમલ થઇ રહ્યો છે અને વધુ છૂટછાટો સાથે લોકોની વધારે અવરજવર વધતાં કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તામિલનાડુએ ૩૧ ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવીને દર રવિવારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૫૨ હજાર ૨૬૩ નવા દર્દી વધ્યા હતા.. ચાલુ સપ્તાહમાં આ બીજી વખત બન્યુ છે જ્યારે સંક્રમિતોનો આંકડો ૫૦ હજારને પાર થઈ ગયો છે. આ પહેલા ૨૫ જુલાઈએ ૫૦ હજાર ૭૨ કેસ મળ્યા હતા. અત્યાર સુધી ૧૫ લાખ ૮૪ હજાર ૩૮૪ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. સાથે જ મૃતકોનો આંકડો ૩૫ હજારને પાર થઈ ચુક્યો છે.જો કે દેશમાં ૧૦ લાખ ૬ હજારથી વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. ૫ લાખ ૮ હજારથી વધુ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.
આ સાથે જ મહારાષ્ટ્રમાં ૩૧ અને ત્રિપુરામાં ૪ ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્રિપુરાના ઝ્રસ્ બિુપ્લવ કુમાર દેવે જણાવ્યું કે, ૧૨૦૦ હેલ્થ વર્કર્સ દ્વારા એક જરૂરી હેલ્થ સર્વે કરવાનો છે. જેને પુરો કરવા માટે રાજ્યમાં લોકડાઉન વધારાઈ રહ્યું છે.
અનલોક-૩ અંગે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, રાજ્યમાં હાલ ઈનડોર જિમ અને ફિટનેસ સેન્ટર્સ ખોલવાની મંજૂરી નહીં હોય. ૫ ઓગસ્ટથી માત્ર એવા જિમ ખોલવામાં આવશે જે ખુલ્લી જગ્યાઓમાં હોય. અહીંયા આવતા લોકો માટે સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરવું જરૂરી હશે.
જ્યારે, કોલકાતા એરપોર્ટે કહ્યું કે, રાજ્યમાં લગાડવામાં આવેલા લોકડાઉનને જોતા ૧૭,૨૩,૨૪ અને ૩૧ ઓગસ્ટે કોલકાતા એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્‌સ કેન્સલ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી ૬૫ હજારથી વધુ કેસ આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૯,૨૧૧ નવા કેસ સામે આવ્યા. ૨૯૮ લોકોના મોત થયા અને ૭ હજાર ૪૭૮ દર્દી સાજા થયા છે. મુંબઈમાં બુધવારે ૧૧૦૯ નવા કેસ સામે આવ્યા. અહીંયા બુધવારે આ મહામારીના કારણે ૬૦ લોકોના મોત થયા છે. શહેરમાં બે દિવસ પહેલા સુધી ડબલિંગ રેટ વધીને ૬૮ દિવસ અને રિકવરી રેટ ૭૩% થવાની વાત સામે આવી હતી.

Related posts

કોવિડ-૧૯ની વેક્સિન ૫૪ લાખથી વધુ લોકોને અપાઈ…

Charotar Sandesh

નવરાત્રિ-દિવાળી પહેલાં આરબીઆઈનો મોટો ઝટકો, નહિ મળે ઈએમઆઈમાં રાહત…

Charotar Sandesh

દિલ્હીમાં દોષ દેનારી નહીં, દીશા આપનારી સરકાર જોઈએ : પીએમ મોદી

Charotar Sandesh