Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાથી દેશભરમાં ૭૧૮ લોકોનાં મોત : સંક્રમણના કેસ ૨૩,૦૦૦ને પાર…

૨૪ કલાકમાં નવા ૧૬૮૪ કેસ અને ૩૭ લોકોના મોત…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઈરસના ૧૬૮૪ નવા કેસો સામે આવ્યા છે, જ્યાકે ૩૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આકંડા પ્રમાણે, નવા ૧૬૮૪ નવા કેસો સાથે જ દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૨૩,૦૭૭ થઈ ગઈ છે. જ્યારે આ જીવલેણ વાઈરસથી મોતને ભેટેલા લોકોનો આંકડો વધીને ૭૧૮ પર પહોંચ્યો છે.

દેશના ૨૩૦૭૭ કેસોમાંથી ૧૭,૬૧૦ એક્ટિવ કેસો છે, જ્યારે ૪૮૪૮ લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ ઉપરાંત સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં ૨૮૩ થયાં છે. ત્યારબાદ ગુજરાતમાં ૧૧૨, મધ્યપ્રદેશમાં ૮૩ દિલ્હીમાં ૫૦ રાજસ્થાનમાં ૨૭, આંધપ્રદેશમાં ૨૭, તેલંગણામાં ૨૪ ,ઉત્તરપ્રદેશમાં ૨૧, તમિલનાડુમાં ૧૮, કર્ણાટકમાં ૧૭, પંજાબમાં ૧૬ અને પશ્ચિમ બંગાળમાં ૧૫ ના મોતની સંખ્યા છે. કોરોના સંક્રમણથી જમ્મુ કાશ્મીરમાં ૫, કેરલ, ઝારખંડ, અને હરિયાણામાં ૩ , બિહારમાં ૨, મેઘાલય ,હિમાચલ પ્રદેશ, ઓડિશા અને અસમમાં ૧ મોત થયાં છે.

આંકડા અનુસાર દેશમાં સંક્રમણમાં સૌથી વધુ કેસ ૬,૪૩૦ મહારાષ્ટ્રમાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં ૨,૬૨૪, દિલ્હીમાં ૨,૩૭૬ અને રાજસ્થામાં ૧,૯૬૪ તમિલનાડુમાં ૧,૬૮૩ અને મધ્યપ્રદેશમાં ૧,૬૯૯ કેસ સામે આવ્યા છે. ઉતરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા ૧,૫૧૦, તેલંગણામાં ૯૬૦ અને આંધ્રપ્રદેશમાં ૮૯૫, પ્રશ્વિમ બંગાળમાં ૫૧૪ કેસ સામે આવ્યા છે.

Related posts

કોંગ્રેસમાં જળમૂળથી ફેરફારની જરૂર : ૨૩ નેતાઓનો સોનિયાને પત્ર…

Charotar Sandesh

ટ્રોલિંગ ટાઇમપાસ માટે જ છેઃ શાહિદ કપૂર

Charotar Sandesh

બેંગ્લુરૂ હિંસા : તોફાની ટોળાએ કોંગ્રેસ ધારાસભ્યના ઘરેથી ૩ કરોડની લૂંટ ચલાવી…

Charotar Sandesh