Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાથી પ્રભાવિત દેશના ૧૭૦ જિલ્લાઓ હોટસ્પોટ જાહેર : સૌથી વધુ તમિલનાડુના ૨૨…

૨૦૭ જિલ્લા એવા છે જેમાં સંક્રમણ ફેલાવવાનો ડર, આખું દિલ્હી રેડ ઝોનમાં…

ન્યુ દિલ્હી : કોરોનાથી પ્રભાવિત દેશના ૧૭૦ જિલ્લાઓને હોટસ્પોટ (રેડ ઝોન) જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ૬ મેટ્રો સિટી- દિલ્હી, મુંબઇ, બેંગ્લુરુ, ચેન્નાઇ, કોલકાતા અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. તમિલનાડુના સૌથી વધુ ૨૨ જિલ્લાને આ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ પોત-પોતાના ૧૧ જિલ્લા સાથે બીજા નંબરે છે. જ્યારે દિલ્હીના તમામ ૯ જિલ્લા હોટસ્પોટ શહેરોમાં સામેલ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને ગુજરાતના ૫-૫ જિલ્લા પણ હોટસ્પોટની શ્રેણીમાં છે. ૨૦૭ જિલ્લાઓને નોન હોટસ્પોટ (વ્હાઇટ ઝોન) અને ૩૫૯ને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, હોટસ્પોટ અથવા રેડ ઝોનમાં એવા જિલ્લા અથવા શહેર છે, જ્યાં દેશ અથવા રાજ્યના ૮૦ ટકાથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તે સાથે જ એવા સ્થાન છે જ્યાં સંક્રમણ વધારે છે અને ૪ દિવસથી ઓછા સમયમાં કેસ ડબલ થઈ રહ્યા છે. તેમને પણ હોટસ્પોટ માનવામાં આવશે. જ્યારે ગ્રીન ઝોનમાં તે એરિયા આવે છે, જ્યાં ૨૮ દિવસથી સંક્રમણનો કોઈપણ કેસ નોંધાયો નથી.

દેશના ૨૦૭ એવા પણ જિલ્લા છે, જ્યાં સંક્રમણ ફેલાવવાનો ડર છે. આ જિલ્લાઓ પર મંત્રાલય અને ડોકટરોની ટીમનું પૂરું ફોકસ છે. સરકારે કહ્યું કે, જે જિલ્લા હોટસ્પોટમાં નથી આવતા, ત્યાં ૨૦ એપ્રિલથી લોકડાઉનમાં અમુક છૂટ આપવામાં આવશે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. જો ક્યાંયથી નિયમ તોડવાના સમાચાર આવશે તો બધી છૂટ પાછી લેવામાં આવશે.

દિલ્હીના દક્ષિણ દિલ્હી, શહાદરા, દક્ષિણ પૂર્વી, ઉત્તર, મધ્ય, પૂર્વી અને નવી દિલ્હી જિલ્લા રેડ ઝોન છે. છેલ્લી ૨૪ કલાકમાં અહીં ૧૭ નવા કેસ સામે આવ્યા છે. દક્ષિણ દિલ્હીમાં એક પિઝ્‌ઝા ડિલેવરી બોય પોઝિટિવ મળ્યો. ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા ૭૨ પરિવારોને કવોરન્ટીન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની સાથે કામ કરનાર ૧૬ કર્મચારીઓને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

Related posts

બસ હવે બહુ થયું, જવાનોની શહીદી પર PM મોદી મૌન કેમ? : રાહુલ ગાંધી

Charotar Sandesh

સુશાંત સિંહ કેસને મહારાષ્ટ્ર વિરુદ્ધ બિહાર ન બનાવો : ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh

કોરોનાની રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત, ૦.૧ ટકા લોકોને પણ આડઅસર થઈ નથી : ડો. હર્ષવર્ધન

Charotar Sandesh