Charotar Sandesh
ગુજરાત

કોરોનાના કેર વચ્ચે રાજ્યનાં ૮ શહેરોમાં ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન…

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર તો યથાવત છે, ત્યારે આ જીવલેણ વાયરસની મહામારી વચ્ચે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. જ્યારે ડીસા ૪૪.૯ ડિગ્રી ગરમીમાં શેકાયું હતું, અમદાવાદમાં ૪૪.૧ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમદાવાદ, ડીસા ઉપરાંત ગાંધીનગર-વડોદરા-અમરેલી-રાજકોટ-સુરેન્દ્રનગર-ભૂજમાં પણ ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમી વિશે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે.

જેના પગલે કચ્છમાં હીટ વેવની સ્થિતિ રહી હતી. ત્યારે આગામી ૨૪ કલાક તાપમાનમાં વધારો થવાની સંભાવના નહિવત્‌ છે. ત્યાર પછીના ૨-૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૩ ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ શકે છે. કચ્છ જિલ્લામાં હજુ એક દિવસ હીટ વેવની સ્થિતિ રહેશે.

શહેર ગરમી
ડીસા ૪૪.૯
સુરેન્દ્રનગર ૪૪.૬
અમદાવાદ ૪૪.૧
ગાંધીનગર ૪૪.૦
અમરેલી ૪૩.૨
ભૂજ ૪૨.૯
રાજકોટ ૪૨.૮
આણંદ ૪૨.૫
વડોદરા ૪૨.૫
ભાવનગર ૪૦.૧
સુરત ૩૪.૮

Related posts

સીએએ પર વિપક્ષના જુઠ્ઠાણાએ દેશમાં અરાજકતાનો માહોલ બનાવી દીધો છે : અમિત શાહ

Charotar Sandesh

યુનિવર્સિટીઓની પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી…

Charotar Sandesh

ઓએલએક્સ પર લે-વેચ કરનાર સાવધાન, યુવક સાથે થઇ રૂ. ૬૬ હજારની ઠગાઈ…

Charotar Sandesh