Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાની બીજી લહેરમાં ૭૧૯ ડોક્ટરોએ ગુમાવ્યો જીવ, બિહારમાં સૌથી વધુ મોત…

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જાણકારી આપી…

ન્યુ દિલ્હી : ઇન્ડીયન મેડિકલ એસોસિએશનએ જાણકારી આપતાં જણાવ્યું કે કોરોના વાયરસની બીજી વેવમાં ૭૧૯ ડોક્ટર્સના મોત થયા છે. બિહારમાં સૌથી વધુ ડોક્ટર્સના જીવ ગયા છે. બિહારમાં ૧૧૧ ડોક્ટર્સના મોત વાયરસના લીધે થયા છે. આ મામલે બીજા નંબર પર દિલ્હી છે. દિલ્હીમાં ૧૦૯ ડોક્ટર્સના મોત કોરોના વાયરસના લીધે થયા છે.
કોરોના વાયરસના લીધે ડોક્ટર્સના મોતના મામલે ઉત્તર ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર રહ્યા. ઉત્તર પ્રદેશમાં ૭૯ ડોક્ટર્સ, પશ્વિમ બંગાળમાં ૬૩ ડોક્ટર્સ અને રાજસ્થાનમાં ૪૩ ડોક્ટર્સના કોરોનાના લીધે મોત થયા.

તો બીજી તરફ પોંડીચેરી, ગોવા, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં કોરોનાના લીધે સૌથી ઓછા ડોક્ટર્સનો જીવ ગયો છે. પોંડીચેરીમાં ૧ ડોક્ટરનું મોત થયું. આ ઉપરાંત ગોવા, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં બે-બે ડોક્ટર્સના મોત થયા છે.
કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલકામાં દેશભરમાં કોરોના સંક્રમિતોના નવા ૮૪,૩૩૨ કેસ સામે આવ્યા, નવા કેસનો આંકડો ગત ૭૦ દિવસમાં સૌથી ઓછો છે. આ દરમિયાન ૧,૨૧,૩૧૧ લોકો હોપ્સિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. જોકે ૪,૦૦૨ કોરોના દર્દીઓના વાયરસના લીધે મોત થયા છે.

Related posts

કર્ણાટક : ‘યેદ્દી’એ જીત્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યુ રાજીનામું…

Charotar Sandesh

બોલિવૂડને હજુ સરોગસીનો વિચાર પચ્યો નથી ઃ શાહરુખ ખાન

Charotar Sandesh

કોરોના : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીને સફળ મૉડલ ગણાવ્યું…

Charotar Sandesh