Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાની રસી મૂકાવાથી સંકટ ખત્મ થશે નહીં, માસ્ક-સોશિયલ ડિસ્ટેંસિંગ જરૂરી…

યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના સહાયમ પ્રોફેસરનો અભ્યાસ…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસ મહામારીને માત આપવા માટે દુનિયાભરમાં કોરોના વેકસીન લગાવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલુ છે. આ બધાની વચ્ચે શોધકર્તાઓએ ચેતવણી આપી છે કે એકલા માત્ર કોરોના વાયરસ રસી મૂકાવાથી કોવિડ-૧૯ના સંક્રમણનો ખતરો ખત્મ થશે નહીં. મેડિકલ જર્નલ જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત રિસર્ચમાં કહ્યું છે કે મોટાભાગની વસતીને કોરોના રસી મૂકયા બાદ મહામારી સાથે જોડાયેલા પ્રતિબંધોને હટાવા પર કોરોના વાયરસનો પ્રસાર વધશે.
યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના સહાયમ પ્રોફેસર મેહુલ પટેલ અને તેમની ટીમે ઉત્તરી કેરોલિનામાં એક કરોડ લોકોમાં કોરોના વાયરસના પ્રસારને સમજાવા માટે ગણિતના મોડલનો ઉપયોગ કર્યો. તેમને જાણવા મળ્યું કે રસી મૂકાવ્યા બાદ પણ કોરોના વાયરસ સંક્રમણ, હોસ્પિટલોમાં દાખલ થવાનું અને મોત વધતા રહેશે. જો મહામારીને લઇ સતર્કતા દાખવવા જેવી કે ક્વોરન્ટીન, સ્કૂલ બંધ કરવી, ફરજીયાત સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક પહેરવું જોઇએ.
પટેલે કહ્યું કે અમારા રિસર્ચ પરથી ખબર પડી છે કે અંદાજે ૧ કરોડની વસતીમાં અને વધુ પ્રભાવિત વેકસીનનો ઉપયોગ છતાંય ૧૮ લાખ સંક્રમણ અને ૮૦૦૦ મોતને ૧૧ મહિનામાં રોકી શકાય છે. જો માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગની પ્રક્રિયા ચાલુ રહે છે તો. આ રિસર્ચ એવા સમયે આવ્યું છે જ્યારે આખા વિશ્વમાં કોરોનાના કેસ વધીને ૧૭.૩૧ કરોડ થઇ ગયા છે. આ મહામારીથી અત્યાર સુધીમાં ૩૭.૨ લાખથી વધુ લોકોના મોત થયા છે.

Related posts

સુપ્રીમનો ગુજરાત સરકારને ઝટકો : કામદારોને ઓવર ટાઈમ ચૂકવવામાંથી મુક્તિ આપતું જાહેરનામું સુપ્રિમે રદ્દ કર્યું

Charotar Sandesh

લદ્દાખમાં ભારતીય જવાનોએ ચીની સૈનિકને ઝડપી પાડ્યો…

Charotar Sandesh

તેલ કા ખેલ : પેટ્રોલ મુંબઇમાં ૯૧, ગુજરાતમાં ૮૨ના રેકોર્ડ સ્તરે…

Charotar Sandesh