Charotar Sandesh
ગુજરાત

કોરોનાની સ્થિતિ દિલ્હી-મુંબઈ કરતા પણ અમદાવાદમાં ખરાબ, વધુ મોત…

અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીએ કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા સૌથી વધુ…

ગાંધીનગર : દેશના મહાનગરોમાં કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિ જોઈએ તો મુંબઈ અને દિલ્હી ખરાબમાં ખરાબ રીતે પ્રભાવિત છે, પરંતુ ગુજરાતના અમદાવાદની સ્થિતિ આ બન્ને મહાનગરોથી પણ વધારે ખરાબ છે. એટલે સુધી કે, અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીએ કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા સૌથી વધુ છે. તેના સિવાય અમદાવાદમાં કેસ ફેટલિટી રેટ પણ સૌથી વધુ છે. અમદાવાદમાં કોરોનાથી ૧૧૯૦ મોતની સાથે મહાનગરોમાં મુંબઈ પછી બીજા નંબર છે. જો કે તેની વસ્તી મુંબઈ અને દિલ્હી કરતા પણ ઓછી છે. ૫૦ લાખથી વધારે વસ્તીવાળા દેશના મહાનગરોમાં અમદાવાદમાં કેસ ફેટલિટી રેટ સૌથી વધુ છે, એટલે કે દરેક ૧૦૦ કોરોના દર્દીઓમાં સૌથી વધુ મોત અમદાવાદમાં થઈ રહ્યા છે. અહીં ઝ્રહ્લઇ ૬.૯ છે એટલે કે દરેક ૧૦૦ કોરોના દર્દીઓમાંથી લગભગ ૭ના મોત થઈ રહ્યા છે. તેના સિવાય પ્રતિ ૧૦ લાખ વસ્તીના મોતના મામલે પણ અમદાવાદ તમામ મહાનગરોમાં સૌથી ઉપર છે. અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીના રેસિયામાં કોરોનાથી મોતનો આંકડો ૧૧૫ છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના ૧૯,૧૧૯ કેસો નોંધાઈ ચૂક્યા છે.

૫૦ લાખથી વધારે વસ્તીવાળા દેશના ૯ મહાનગરોમાં મુંબઈમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. અહીં કોરોના વાયરસ અત્યાર સુધી ૧,૬૯૮ લોકોના જીવ લઈ ચૂક્યો છે. જો કે, પ્રતિ ૧૦ લાખ વસ્તી પર મોતના કેસોમાં મુંબઈ અમદાવાદ પછી બીજા નંબરે આવે છે. મુંબઈમાં કોવિડ-૧૯થી પ્રતિ ૧૦ લાખ વસ્તીના રેસિયામાં ૮૦ લોકોના મોત થઈ રહ્યા છે. અહીં કોરોના સંક્રમણની સ્થિતિ ખુબ જ ડરામણી છે. અત્યાર સુધી મુંબઈમાં કોરોના વાયરસનું સંક્રમણથી ૪૬,૦૮૦ કેસ સામે આવી ચૂક્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં મુંબઈ પછી બીજા નંબરે આવે છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત ૨૬,૩૩૪ કેસ સામે આવી ચૂક્યા છે. દિલ્હીમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા ૭૦૮ પર પહોંચી ચૂકી છે.

ચેન્નાઈમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીએ કોરોનાથી સૌથી ઓછા મોત થયા છે. ચેન્નાઈમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીએ મોતનો આંકડો ૦.૯ છે. જો ચેન્નાઈમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર નજર નાંખીએ તો અત્યાર સુધી અહીં, ૧૯,૮૦૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી ૧૦,૨૧૦ દર્દીઓ સારવાર પછી સાજા થઈ ગયા છે. ચેન્નાઈમાં કોરોનાથી અત્યાર સુધી ૧૭૯ દર્દીઓના મોત થયા છે.

દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ જેવા મહાનગરોની તુલનામાં કોલકાતામાં કોરોના સંક્રમણના કેસ ખુબ જ ઓછા છે. કોલકાતામાં અત્યાર સુધી ૨૫૮૯ કેસ નોંધાયા છે. તેમાંથી ૧,૦૩૮ દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ચૂક્યા છે. કોલકોતામાં કોરોના વાયરસે અત્યાર સુધી ૨૩૮ દર્દીઓની જિંદગી છીનવી લીધી છે.

Related posts

ફ્રોડ / બેન્કમાંથી બોલું છું : એક ફોન આવ્યો ને ખાતામાંથી ૨૫ હજાર ઉપડી ગયા…

Charotar Sandesh

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ, મોરબી જિ.પં. પ્રમુખ ભાજપમાં જોડાયા…

Charotar Sandesh

ભર શિયાળે માવઠું…!! કચ્છ-દ્વારકામાં કમોસમી વરસાદ…

Charotar Sandesh