Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોનાને અટકાવવાના પ્રયાસોમાં સહકાર આપવા પ્રજાજનોને જિલ્લા કલેક્ટરની અપીલ…

ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝીંગ અને સોશીયલ ડિસ્ટન્સીંગના ચુસ્ત પાલન સાથે  કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવાના જિલ્લા પ્રશાસનના પ્રયાસોમાં સહકાર આપવા આણંદ જિલ્‍લાના પ્રજાજનોને  જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ…
  • આણંદ જિલ્લામાં આજે વધુ નવા ૮ કેસો સામે આવ્યા છે, જેમાં આણંદમાં ૧, બોરસદમાં ૧, ખંભાતમાં ૩, સોજીત્રામાં ૧ તેમજ પેટલાદમાં ર કેસ નોંધાયા છે…

આણંદ : આણંદ જિલ્લા કલેક્ટર આર. જી. ગોહિલે હાલમાં નોવેલ કોરોના વાયરસ covid-19ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા, તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર-આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતાં  વિવિધ જાહેરનામાઓનું  અવશ્ય પાલન કરી  સહકાર આપવા આણંદ જિલ્‍લાના પ્રજાજનોને અપીલ કરી છે.

આજે આવેલ પોઝીટીવ કેસોમાં (૧) બોરસદના બ્રાહ્મણવાળામાં રહેતા મુકેશભાઈ જયંતિલાલ શાહ ઉ.વ. ૬૩, (ર) ખંભાત તાલુકાના સાયમા ગામે આવેલ મહાદેવ મંદિર પાસે રહેતા પ્રેમીલાબેેન રમણભાલ પરમાર ઉ.વ. ૬પ, (૩) ખંભાતના અલીંગ વિસ્તારમાં આવેલ બોરીયાપાડા ખાતે રહેતા કીશનભાઈ લક્ષ્મણદાસ સિંધી, ઉ.વ. ૭૦, (૪) સોજીત્રાના મોટા બજારમાં આવેલી કાછીયા શેરીમાં રહેતા સુરેશભાઈ રવિચન્દ્ર જૈન, ઉ.વ. પ૩, (પ) ખંભાતના પાંચ હાટડી વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ અબ્દુલભાઈ શેખ ઉ.વ. ૪ર, (૬) પેટલાદના સમીનાબાનુ શકીલમીયા મલેક ઉ.વ. ૩૦ (૭) અલફીનાબાનુ રકીબોદ્દીન શેખ ઉ.વ. ર૧ અને (૮) આણંદ શહેરના ઉમર પાર્કમાં રહેતા અશ્મા હનીફભાઈ મેમણનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓને સેનેટાઈઝ કરી સીલ કરવામાં આવેલ છે.

કોરોના મહામારીના સંક્રમણથી પોતાને અને પોતાના કુટુંબીજનોને સુરક્ષિત રાખવા આપણે ચુસ્તપણે જરૂરી બાબતોનું પાલન કરીએ, જેમાં ખાસ કરીને ઘરની બહાર નીકળતી વખતે મોં અને નાકને માસ્કથી અવશ્ય ઢાંકીએ, તમામ જગ્યાએ ૬ ફુટના અંતરનું પાલન કરીએ, વારંવાર હાથને સેનેટાઇઝરથી કે સાબુથી સ્વચ્છ રાખીએ તેમજ આવશ્યક કારણો સિવાય બિનજરૂરી બહાર ન નીકળીએ તેની કાળજી રાખવા પણ અપીલ કરી છે.

Related posts

ફાયર એનઓસી મેળવવા આણંદ ફાયર વિભાગમાં દોડાદોડ : કેટલાક સ્થળોએ તપાસ શરૂ…

Charotar Sandesh

પવિત્ર શ્રાવણ માસના ઉપવાસ મોંઘા પડશે, ફ્રુટના ભાવ આસમાને પહોંચ્યા…

Charotar Sandesh

આજે રવિવારે રાજ્યની તમામ આરટીઓ કચેરી ખૂલ્લી રહેશે…

Charotar Sandesh