Charotar Sandesh
વર્લ્ડ

કોરોનાનો કહેર : અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર…

ટ્રમ્પે વાઇરસ સામે લડવા ૫૦ અરબ ડોલરની જાહેરાત કરી…

અમેરિકામાં કોરોનાના ૨ હજાર કેસ નોંધાયા, ૫૦થી વધુ લોકોના મોત, ૨૦ વર્ષ બાદ ચેપી રોગને રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરવામાં આવી…

USA : કોરોના વાઇરસના વધતા પ્રભાવને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે આ વાઇરસ સામે લડવા સંઘીય મદદ (ફેડરલ સહાય) તરીકે ૫૦ અરબ ડોલરની જાહેરાત કરી છે. અમેરિકામાં ૨૦ વર્ષ બાદ કોઇ ચેપી રોગને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ ૨૦૦૦માં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને વેસ્ટ નીલે વાઇરસનો સામનો કરવા માટે આવી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ પણ પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવી શકે છે. જો કે તેમણે એ વાત ઉપર જોર આપ્યું હતું કે તેમને તાવના કોઈ લક્ષણ નથી.

ટ્રમ્પે આ જાહેરાત દરમિયાન કહ્યું કે આગામી અઠવાડિયાઓમાં આપણા જીવનમાં પરિવર્તન અને ઘણો ત્યાગ કરવો પડશે. આપણા આ ત્યાગથી લાંબા ગાળે ઘણો લાભ થશે. આગામી આઠ આઠવાડિયા આપણા માટે ઘણા મહત્વપૂર્ણ રહેવાના છે. આ સાથે જ તેમણે કોરોના સામે લડવા માટે દરેક રાજ્યમાં ઇમર્જન્સી કેન્દ્રો સ્થાપના કરશે. બીજી તરફ, દુનિયામાં કોરોના વાઇરસના કારણે કુલ ૧ લાખ ૪૫ હજાર ૬૩૪ કેસ સામે આવી ચુક્યાં છે. ભારતીય સમય અનુસાર શનિવાર સવાર સુધીમાં કુલ ૫૪૩૬ લોકોના મોત નીપજ્યાં છે.

ટ્રમ્પ પર છેલ્લા ઘણા સમયથી ૧૯૮૮ના કાયદા અંતર્ગત ચેપી રોગ કોરોના વાઇરસને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવા દબાણ થઇ રહ્યું હતું. આ કાયદો સંઘીય ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (ફેમા)ને રાજ્ય સરકારોને ડિઝાસ્ટર ફંડ પુરુ પાડવું અને મદદ માટે ટીમને તૈનાત કરવાની પરવાનગી આપે છે. અમેરિકામાં આ પગલાનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને સંઘીય ઇમર્જન્સી જાહેર કતી વેળાએ પોતાના ભારત પ્રવેશનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું ભારતમાં પસાર કરેલા બે દિવસ ઘણા ખાસ રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા ઘણા સારા મિત્ર છે. તેમની સાથે સમય ગાળવાના મજા આવી. અમે સિમાળા ઓળંગી દરેક મુદ્દે ચર્ચા કરી.

ભારતીય સમય અનુસાર શુક્રવર રાત સુધી અમેરિકામાં કોરોના વાઇરસના કુલ ૨ હજાર કેસ સામે આવ્યાં છે. જ્યારે ૫૦ લોકોના મોત નીપજ્યાં છે. ટ્રમ્પે અમેરિકા બંદરો પર આવતા જાહજો પર પ્રતિબંધ મુકી દીધો છે. મેક્સિકો અને બીજા દેશ સાથે જોડાયેલી અમેરિકાની સરહદો પર હાઇ થર્મલ સ્કેનર લગાવામાં આવ્યાં છે. અમેરિકાની સેનાની સ્પેશિયલ મેડિકલ યુનિટને પણ પરિસ્થિતિ પર નજર રાખવા માટે એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે.

  • Nilesh Patel

Related posts

કેનેડામાં નવા કૃષિ કાયદાના સમર્થનમાં રેલી નીકળીઃ ખાલિસ્તાનીઓએ આપી ધમકી…

Charotar Sandesh

અમેરિકન કંપની ફાઈઝરે બાળકો પર કોરોના રસીનું ટ્રાયલ શરૂ કર્યું…

Charotar Sandesh

અમેરિકામાં મિંક નામના પ્રાણીમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળતા ફફડાટ…

Charotar Sandesh