Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાનો કહેર : દેશની ટુ-વ્હીલર કંપનીઓએ પોતાની તમામ ફેક્ટરીઓ ૧લી મે સુધી બંધ કરી…

ન્યુ દિલ્હી : દેશમાં હાલમાં કરોના વાયરસની મહામાહી ગંભીર સમસ્યા બની ગઈ છે. દેશના દરેક ભાગમાં વાયરસથી અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશની સૌથી મોટી ટુ વ્હીલર કંપની હીરો મોટોકોર્પે ૧ મે સુધી પોતાના તમામ પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હીરો મોટોકોર્પે કહ્યું કે, ૨૨ એપ્રિલથી ૧ મે સુધી કંપનીની તમામ ફેક્ટરીઓ, મેન્યુફેક્ચરિંગ યૂનિટ્‌સને તબક્કાવાર રીતે બંધ રાખવામાં આવશે. કંપનીના કામચલાઉ બંધમાં કંપનીનું ગ્લોબલ પાટ્‌ર્સ સેન્ટર પણ બંધ રહેશે.
સ્ટોક એક્સચેન્જને આપેલ જાણકારી હીરો મોટોકોર્પે કહ્યું કે, શટડાઉનના આ સમયનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્‌સમાં જરૂરી મેન્ટેનન્સ માટે કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, ૨૨ એપ્રિલથી ૧ મેની વચ્ચે તમામ પ્લાન્ટ અને જીપીસી તબક્કાવાર રીતે ૪ દિવસ બંધ રહેશે.
સ્ટોક્સ એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ કહ્યું કે, તેની તમામ કોર્પોરેટ ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે અને ઘણાં ઓછા કર્મચારી રોટેશન બેસિસ પર ઓફિસ આવે છે. આ શટડાઉને કારણે ડિમાન્ડ પૂરી કરવાની કંપનીની ક્ષમતાઓ પર કોઈ અસર નહીં પડે. આ શટડાઉનની ભરપાઈ આવનારા સમયમાં કરવામાં આવશે.
હીરો મોટોકોર્પના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હરિયાણાના ગુરુગ્રામ અને ધારૂહેરામાં છે. સાથે જ આંધ્ર પ્રદેશમાં ચિત્તૂર, ઉત્તરાખંડના હરિદ્વાર, રાજસ્થાનના નીમરાના અને ગુજરાતના હાલોલમાં છે. આ ફેક્ટરીઓમાં ૮૦,૦૦૦થી વધારે કર્મચારીઓ કામ કેર છે.

Related posts

દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના રિકવરી રેટ ૯૦%થી વધુ…

Charotar Sandesh

ભારતમાં કોરોનાની રસીના બીજા-ત્રીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલને મળી મંજૂરી…

Charotar Sandesh

ઉજ્જૈનનાં પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરના શિવલિંગને લઇ સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો…

Charotar Sandesh