Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાનો કહેર : ભારતમાં અત્યાર સુધી ૪૦ હજારથી વધુનો ભોગ લેવાયો, રેકોર્ડબ્રેક ૯૦૪ના મોત…

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૬૨૮૨ કેસ, કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૯,૬૪,૫૩૭એ પહોંચી…

ન્યુ દિલ્હી : ગુરુવાર સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના ૨૪ કલાકમાં ૫૬,૨૮૨ નવા કેસ નોંધાયા છે. ભારતમાં હવે સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૧૯.૬૪ લાખને પાર થઈ ગઈ છે. બીજી તરફ એક જ દિવસમાં કોવિડ-૧૯ના કારણે ૯૦૪ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે ૧૯,૬૪,૫૩૭એ પહોંચી ગઈ છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસના ભારતમાં હવે ૫ લાખ ૯૫ હજાર ૫૦૧ એક્ટિવ કેસ છે. બીજી તરફ, ૧૩ લાખ ૨૮ હજાર ૩૩૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૪૦,૬૯૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ભારતમાં ૫ ઓગસ્ટ સુધીમાં કુલ ૨,૨૧,૪૯,૩૫૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૬૪,૯૪૯ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ૪.પ૦ લાખથી વધુ લોકો સંક્રમિત છે મહારાષ્ટ્રમાં ૧૬,૪૭૬ લોકોના મોત થયા છે તે પછી દિલ્હીમાં ૪૦૪૪, કર્ણાટક ર૮૦૪, ગુજરાત રપપ૬, તામિલનાડુ ૪૪૬૧, પ.બંગાળ ૧૮૪૬, યુપી ૧૮પ૭, આંધ્ર ૧૬૮૧ ના મોત થયા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. આજે કેસની બાબતે ભારતે આ બંને દેશોને પાછળ રાખી દીધા છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૫,૧૦૦ અને બ્રાઝિલમાં ૫૪,૬૮૫ મામલા નોંધાયા છે તથા ક્રમશઃ ૧૩૦૬ અને ૧૩૨૨ મોત થયા છે.

Related posts

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૫૦ અબજ ડૉલરનો માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની…

Charotar Sandesh

બેરોજગારી મુદ્દે મોદી સરકારને હેરાન કરી દેનારા આંકડા CMIEએ જાહેર કર્યા

Charotar Sandesh

આર્થિક વૃદ્ધિ ધીમી પડી એ ચિંતાજનક બાબત છે : રઘુરામ રાજન

Charotar Sandesh