Charotar Sandesh
વર્લ્ડ

કોરોનાનો કહેર, ૧૮૮ દેશ અને ૧૩,૦૩૩ મોત; સ્પેનમાં એક દિવસમાં પાંચ હજાર નવા કેસ…

એપલનું અમેરિકા-યૂરોપમાં ૨ લાખ માસ્ક અને મેડિકલ ઉપકરણોનું દાન, ન્યૂયોર્ક જેલમાં ૩૮ કેદી પોઝિટિવ…

વોશિંગ્ટન : દુનિયામાં કોરાના વાઈરસ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રવિવારે સવાર સુધી ૧૮૮ દેશ આનાથી પ્રભાવિત થઈ ચુક્યા હતા. આ દરમિયાન કુલ ૩,૦૬,૯૩૯ કેસ સામે આવ્યા હતા. ૧૩,૦૩૨ લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે આ દરમિયાન ૯૫,૪૯૮ દર્દી સ્વસ્થ પણ થયા છે. સ્પેનમાં શુક્રવારથી શનિવાર વચ્ચે ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૫ હજાર નવા કેસ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં એક વાર ફરી કોરોનાના બહાને દુનિયા પાસે દેવા માફીની માંગ કરી છે.
ઇરાનની વાત કરીએ તો ૧૯૬૪૪ લોકો આ વાયરસથી ત્યાં અત્યારે સંક્રમિત છે અને ૧૪૩૩ લોકોના અત્યારસુધીમાં ઇરાનમાં મોત થયા છે. ૨૧ માર્ચના રિપોર્ટ મુજબ જર્મનીમાં ૧૮૩૨૩, ફ્રાન્સમાં ૧૨૪૭૫, સ્વિટ્‌ઝર્લેન્ડમાં ૪૮૪૦, ેંદ્ભમા ૩૯૮૩, નેધરલેન્ડમાં ૨૯૯૪, મલેશિયામાં ૧૦૩૦, ઓસ્ટ્રેલિયામાં ૮૭૩, થાઇલેન્ડમાં ૩૨૨, અમેરિકામાં ૧૫૨૧૯ લોકો આ વાયરસથી સંક્રમિત છે.
વડાપ્રધાન ઈમરાન ખાન બાદ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ દેવામાં રાહતની માંગ કરી છે. ‘ડોન ન્યૂઝ’સાથેની વાતચીતમાં કુરૈશીએ કહ્યું, ‘પાકિસ્તાન જેવા ગરીબ દેશ માટે કોરોના વાઈરસ સામે લડાઈ લડવી સરળ વાત નથી. દેશ પર વિદેશી દેવું વધારે છે. અમે ઈચ્છીએ છીએ કે દુનિયાના મોટા દેશો અને નાણાકીય સંસ્થા આ વખતે અમારી મદદ માટે આગળ આવશે. થોડી દેવા માફી કરવામાં આવે અન્ય કેસમાં રાહત આપવામાં આવે’કુરૈશીએ શનિવારે જર્મની વિદેશ મંત્રી હેઈકો મેસ સાથે વાતચીત કરી હતી. શનિવાર સાંજ સુધી પાકિસ્તાનમાં સંક્રમણના કુલ ૬૫૩ કેસ સામે આવ્યા હતા. ૩ લોકોના મોત થઈ ગયા છે.
ઝ્રદ્ગદ્ગના જણાવ્યા પ્રમાણે, શનિવાર સાંજ સુધી ન્યૂયોર્ક જેલમાં કુલ ૩૮ કેદી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેલ અધિક્ષક જૈકલીન શરમને કહ્યું-૩૮ દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. ૫૮ શંકાસ્પદ છે. રવિવાર સુધી આ લોકોનો પણ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવશે. જેલમાં જ ક્વૈરેન્ટાઈન ફેસિલિટી બનાવવામાં આવી છે. કેદીઓને આમા રાખવામાં આવશે.
સ્પેનમાં કોરોના વાઈરસને અટકાવવાના પ્રયાસમાં હજુ સુધી સફળતા મળી નથી. અહીંયા શનિવારે પાંચ હજાર નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા કુલ ૨૫,૪૯૬ લોકો રવિવારે સવાર સુધી સંક્રમિત થયા છે. ૧,૩૭૮ લોકોના મોત પણ થયા છે. સરકારે લોકડાઉ કર્યું છે. પરંતુ શનિવાર અને રવિવારના આંકડા જોવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય છે કે લોકડાઉનથી કોઈ ફાયદો થયો નથી. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે હેલ્થ કમિટિની બેઠકમાં વધુ કડક ઉપાયોની જાહેરાત કરી શકાય છે.
ઈટલીના પૂર્વ ફુટબોલ સ્ટાર પાઓલો માલ્દિની અને તેમના દીકરાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના ક્લબ એસી મિલાને આ માહિતી આપી હતી. માલ્દિનીને દુનિયાના બેસ્ટ ડિફેન્ડરમાંથી એક માનવામાં આવે છે. ૫૧ વર્ષના માલ્દિન બાલ એસી મિલાનના ટેકનીકલ ડાયરેક્ટર છે. આ સાથે ઈટલીમાં રવિવારે સવાર સુધી સંક્રમણના કુલ ૫૩, ૫૭૮ કેસ સામે આવી ચુક્યા હતા. ૪,૮૨૫ લોકોના મોત થઈ ચુક્યા છે.
એપલ કંપનીના સીઈઓ ટીમ કુકે શનિવારે રાતે કહ્યું કે, કોરોના વાઈરસના કેસ આપણા દેશમાં વધી રહ્યા છે. એપલને નિર્ણય કર્યો છે કે તે અમેરિકા અને યૂરોપમાં કુલ ૨૦ લાખ માસ્ક દાન કરશે. બાદમાં કંપનીએ એક નિવેદન પણ આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૦ લાખ માસ્ક ઉપરાંત તેઓ જરૂરી મેડિકલ ઈક્વીપમેન્ટ્‌સ પણ દાન કરશે. કંપનીએ ચીનમાં તેમના સ્ટોર બંધ કરી દીધા છે. તેને સંક્રમણ લડવા માટે ૧૫ લાખ અમેરિકન ડોલર આપવાની પણ જાહેરાત કરી છે.
કુવૈત સરકારે થોડા દિવસ પહેલા લોકોને ઘરમાં રહેવા માટે કહ્યું હતું. જેની કોઈ ખાસ અસર નહોતી થઈ કારણ કે લોકોએ અવર જવર પર સરકારના આદેશનું પાલન નહોતું કર્યું. હવે વડાપ્રઝાન અનસ અલે સાહેલે સ્પષ્ટ કરી દીધું છે કે સરકારેનો કડક પગલા લેવા માટે મજબૂર થવું પડશે. રવિવારે ૧૧ કલાકના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે જે પણ નાગરિક કર્ફ્યુનું ઉલ્લંઘન કરશે, તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

USA : અમેરિકાની હોસ્પિટલો બાળકોના કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસોથી ભરાઈ

Charotar Sandesh

ઇન્ડોનેશયામા ૬.૨ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા, ૭ લોકોની મોત, ૧૦૦થી વધુ લોકો ઘાયલ…

Charotar Sandesh

રશિયાની સંસદીય ચૂંટણીમાં આરોપો વચ્ચે પુતિનની પાર્ટીની જીત

Charotar Sandesh