Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોનાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવો અને ઝડપથી નિદાન મેળવો : જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ

કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક ૧૦૭૭ ઉપર કોલ કરી ઘરે બેઠા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવાનો અનુરોધ કરતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર
જિલ્લામાં હાથ ધરવામાં આવેલ સામુહિક રેપીડ એન્ટીજન ટેસ્ટની કામગીરી

આણંદ : હાલ ભારત દેશમાં કોરોના મહામારીની જે પરિસ્થિતિ ચાલી રહી છે તે અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા ઘર-ઘર સર્વે અને ધનવંતરી રથના માધ્યમથી જિલ્લાના નાગરીકોની આરોગ્ય ચકાસણી કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

જિલ્લામાં આવેલ તમામ તાલુકા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, શાક માર્કેટ, ગંજ બજાર, તમામ સરકારી કચેરીઓ, શોપીંગ મોલ જેવા કે બીગ બજાર, રીલાયન્સ, ડી-માર્ટ, જી.આઈ.ડી.સી, રાષ્ટ્રીય અને ખાનગી બેંકોની શાખાઓ, પ્રાઈવેટ હોસ્પિટલના કર્મચારીઓ, પોલીસ સ્ટાર્ફ, એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ, વાહનોના શોરૂમ, પેટ્રોલ પંપ, જેવી તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગ દ્વારા યુધ્ઘના ધોરણે રેપીડ કીટ દ્વારા એન્ટીજન ટેસ્ટ કરી વધુમાં વધુ શંકાસ્પદ કોરોનાના દર્દીઓને શોધીને હોમ કોરન્ટાઈન અથવા ફેસીલીટી કોરન્ટાઈન કરી સારવાર આપાઈ રહી છે.

અત્યાર સુધી જિલ્લામાં આવેલી જાહેર જગ્યાઓમાં આણંદ તાલુકામાં ૨૧૬૨ રેપીડ એન્ટીજન ટેસ્ટ પૈકી ૬૭  પોઝીટીવ, બોરસદ તાલુકામાંથી ૧૧૩૨ રેપીડ એન્ટીજન ટેસ્ટ પૈકી ૨૧ પોઝીટીવ, ખંભાત તાલુકામાંથી ૧૨૧૬ રેપીડ એન્ટીજન ટેસ્ટ પૈકી ૨૨ પોઝીટીવ,  પેટલાદ તાલુકામાં ૭૨૮ રેપીડ એન્ટીજન ટેસ્ટ પૈકી ૧૪ પોઝીટીવ, સોજિત્રા તાલુકામાંથી ૩૨૩ રેપીડ એન્ટીજન ટેસ્ટ પૈકી ૦૮ પોઝીટીવ, ઉમરેઠ તાલુકામાંથી ૫૫૦ રેપીડ એન્ટીજન ટેસ્ટ પૈકી ૦૫ રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવેલ છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૧૦૭૭ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવેલી છે. જેના ઉપર જિલ્લાના કોઈપણ નાગરીક પોતાને કોરોનાના લક્ષણો છે તેવું જણાય તો તાત્કાલિક આ નંબરનો સંપર્ક કરી વિના મૂલ્યે એન્ટીજન ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં હેલ્પલાઈનના માધ્યમથી ૧૬૮ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં ૨૧ નાગરીકોનો રેપીડ એન્ટીજન ટેસ્ટચ પોઝીટીવ આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ હાઈવે વ્હીકલ ચાલુ કરીને હાઈવે પર આવેલી તમામ હોટલો અને દુકાનોના કર્મચારીઓના પણ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે.

જેમાં અત્યાર સુધીમાં ૪૪૮ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાંથી ૦૫ રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ નોંધાયા છે. તેમજ કલેકટરશ્રીની કચેરી ખાતે આવતા મુલાકાતીઓના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ૪૩૨ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાંથી ૩ રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવેલ છે.

આણંદ જિલ્લાની જાહેર જનતાને કલેકટર શ્રી આર.જી. ગોહિલે જિલ્લાના નાગરિકોને કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવી ઝડપી નિદાન થવાથી ઘરના અન્ય સભ્યોને આ રોગનો  ચેપ લાગતો અટકાવી શકાય છે જ્યારે  જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારે કોઈપણ વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાય તો તાત્કાલિક ૧૦૭૭ ઉપર કોલ કરી ઘરે બેઠા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે.

હાલમાં  જિલ્લામાં તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, જિલ્લાની ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે.

Related posts

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની વિવિધ શાખાના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ સંપન્ન

Charotar Sandesh

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામીનો કોરોના પોઝિટિવ આવ્યો…

Charotar Sandesh

આણંદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રન ફોર તિરંગા રેલી યોજાઈ : કલેકટર મનોજ દક્ષિણીની પ્રેરક ઉપસ્થિતિ

Charotar Sandesh