Charotar Sandesh
ગુજરાત

કોરોના અંગે નિષ્ણાંતોનો મત : ૬૦-૭૦ ટકાને ચેપ લાગશે પછી આ ભય જતો રહેશે…

ગાંધીનગર : કોવિડ-૧૯ની મહામારી સામે ગુજરાત વ્યુહરચના, અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે સરકારે રાજ્યના ખ્યાતનામ ડોક્ટરોના ગ્રુપ ઓફ એક્સપર્ટની રચના કરી છે. રવિવારે સવા બે કલાકથી વધારે આ ગ્રુપના નિષ્ણાત તબીબોએ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. પદ્મ શ્રી ડો.તેજસ પટેલે ગુજરાતના નાગરિકોને કોરોનાનો ડર મૂકવા અપીલ કરી છે. આ નવી બીમારીને નાથવા હર્ડ ઇમ્યુનિટીના વિકલ્પ સંદર્ભે તેમણે કહ્યુ કે ૬૦-૭૦ ટકાને ચેપ લાગશે પછી આ ભય જતો રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા એટલે કે સેનિટાઇઝના કવચમા રહેવાની સલાહ સાથે તેમણે ગેઘરિંગ ટાળવા સુચન પણ કર્યુ હતુ. જ્યારે પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.દિલીપ માવલંકર તો એપ્રિલ મહિનામા અમદાવાદ શહેરમાં જ્યાં સૌથી વધુ પોઝિટિવ કેસ મળી રહ્યા હતા એ સેન્ટ્રલ ઝોનમા હવે નહિવત કેસ મળે છે. આ બદલાયેલુ ચિત્ર સ્વયં સ્પષ્ટ કરે છે કે કોટ વિસ્તારમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઇ ગઇ છે !

ડો. માવલંકરે કહ્યુ કે, ૮૦ ટકા નાગરિકોને કોરોનાના કોઇ જ લક્ષણો હોતા નથી. અમદાવાદના શાહપુર જેવા એક વોર્ડમાં એક લાખની વસ્તી હોય તો ૬૦ હજારને ચેપ લાગ્યો હોવો જોઇએ અને તેમનામા વાઇરલ લોડ નેગેટિવ પણ થઇને વાઇરસ ડેડ પણ થઇ ગયો હશે. આથી કંઇ બધાના ટેસ્ટની અનિવાર્યતા નથી. ભારતમાં ટીબીની તપાસ કરવામાં આવે તો ૪૦થી ૫૦ ટકા વસ્તીમાં ટીબી નિકળે. ચેપ અને રોગ બે અલગ બાબતો છે. ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુ સંદર્ભે એમણે કહ્યુ કે ભારતના ૭૦૦ જિલ્લામાંથી ૨૦ જિલ્લામાં જ ૭૦ ટકા કેસ છે. તેમાંય દિલ્હી, મુંબઈ, અમદાવાદ, થાણે અને ચેન્નાઈ એમ પાંચ જ મહાનગરોમાં સૌથી વધુ કેસ છે.

અમદાવાદમાં ઓબેસીટી, ડાયાબીટીસ, એનેમિક, હાઇ બ્લડ પ્રેશર જેવા રોગોનું પ્રમાણ પણ વધારે છે. તેવી સ્થિતિમાં વિલંબથી હોસ્પિટલ પહોંચ્યાની સ્થિતિમાં કોવિડ-૧૯ના દર્દી સામે દુનિયાની શ્રેષ્ઠ સારવાર પણ પાંગળી સાબિત થાય છે. કોરોના પણ એક દિવસ જતો રહેશે. ક્યારે જશે એ કહેવુ ઉતાવળિયું છે પણ આ વાઇરસથી ડરવા કે તેની સામે લડવાની જરૂર નથી. તેના રસ્તે જે આવશે તેને ચેપ લાગશે. માટે સાવચેતી જરૂરી છે. એમ કહેતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો.તેજસ પટેલે જણાવ્યું કે, અગાઉ સ્વાઇન ફ્‌લુ પણ આવીને ગયો, ચિકનગુનીયા પણ ગયો અને આ પણ જશે. ભયમાંથી સૌને બહાર આવવુ જરૂરી છે.

ICU એક્સપર્ટ ડો.મહર્ષિ દેસાઇએ ગુજરાતમાં ૬.૨૨ ટકા મૃત્યુદર અંગે કહ્યુ કે, વિશ્વ સ્તરે ત્રણથી પાંચ ટકા છે. તેને કંટ્રોલ કરવો શક્ય નથી. અમારા માટે એક તબીબ તરીકે આંકડા કરતા દરેક દર્દીને સારી સારવાર કેમ મળે અને રિકવરી વધે તેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. અમારૂ ઇનવોલ્વમેન્ટ હોલેસ્ટીક ટ્રીટમેન્ટનો છે.
ડો.વિઠ્ઠલ શાહે દ્ગ૯૫ માસ્ક માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ અને તેની સાથે જોડાયેલા પેરા મેડિકલ સ્ટાફ માટે જ હોવાનુ કહ્યા બાદ આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતી રવિને અમુલના પાર્લરે રૂ.૬૫મા આવા માસ્ક કેમ વેચવામા આવ્યા ? આવા વેપારનો નિર્ણય લેતા પહેલા ડોક્ટરોને કેમ પુછયુ નહી તેવા સવાલો ઉઠતા તેમણે નાગરિકોને ચોઇસ આપ્યાનું કહીને ઢાંકપિછોડો કર્યો હતો.

Related posts

આવતીકાલથી આ તારીખ સુધી મધ્યગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી : ૬ જિલ્લામાં રેડ એલર્ટ

Charotar Sandesh

દેશમાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવામાં ગુજરાત સાતમા ક્રમે, મહારાષ્ટ્ર મોખરે…

Charotar Sandesh

રાજ્યના પોલીસ વડાએ પણ કોરોના ફેલાવવા માટે જનતાને જવાબદાર ઠેરવી..!!

Charotar Sandesh