Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના : અનલોક-૧ વચ્ચે વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે…

ફરી લોકડાઉન લાગુ કરવાની શક્યતા નહિવત…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસના ફેલાવા વચ્ચે ફરી લોકડાઉન જાહેર કરાય તેવી સંભાવના લગભગ નહિવત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં તેઓ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપી શકે છે કે કોરોના સામે રાખવામાં આવતી સુરક્ષાના મુદ્દામાં બેદરકારી દાખવવામાં ના આવે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થનારી બેઠકમાં ડોર-ટૂ-ડોર સ્ક્રીનિંગ પર ભાર આપી શકે છે. વાસ્તવમાં જે રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, ત્યાં શહેરોમાં કન્ટેનમેન્ટ ઝોનમાં ડોર-ટૂ-ડોર સ્ક્રીનિંગ કરીને સંક્રમણની ઝડપથી તપાસ કરી શકાય તેમ છે. આ સાથે જ વડાપ્રધાન મોદી રાજ્યોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અને ફેસ માસ્કના ઉપયોગ સાથે જોડાયેલા કાયદાને કડક બનાવવા અને તેનું પાલન સુનિશ્ચિત કરાવવા પર પણ ભાર મૂકી શકે છે. કેન્દ્ર સરકારને ઘણાં રાજ્યો પાસેથી હાલમાં રિપોર્ટ મળ્યા છે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વડાપ્રધાન મોદી રાજ્યોને કોરોના ટેસ્ટની સંખ્યા વધારવા માટે કહી શકે છે. જૂનના અંત સુધીમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારવાથી સંભવિત દર્દીઓ જલદી શોધવામાં મદદ મળી શકે છે, અને તેનાથી કોરોનાના મૃત્યુદરમાં ઘટાડો થવાનું અનુમાન છે.

વડાપ્રધાન મોદી ૧૬ અને ૧૭ જૂનના દિવસે બે ભાગમાં કોરોનાના સૌથી વધારે પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવાના છે. અધિકારીએ કહ્યું, “હવે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઉઠાવવામાં આવનારા તમામ પગલા રાજ્યના મુખ્યમંત્રીઓ પાસે જ હશે. કેન્દ્ર સરકાર તેના પર નજર રાખી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે મુખ્યમંત્રીઓ પાસેથી સૂચનો મેળવી શકે છે અને તેના માટે રણનીતિ બનાવવા પર જોર મૂકી શકે છે.

Related posts

કોની બનશે સરકાર : સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન…

Charotar Sandesh

ફ્લેટના પઝેશનમાં વિલંબ થશે તો બિલ્ડર્સ હોમ બાયર્સને વાર્ષિક ૬% વ્યાજ આપશે : સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ…

Charotar Sandesh

કોરોના સંકટ વધતાં મુંબઇમાં ૩૧ ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રહેશેઃ બીએમસીનો મોટો નિર્ણય…

Charotar Sandesh