Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના ઇફેક્ટ : ૭૭% ભારતીયોએ ખર્ચા પુરા કરવા લોન લીધી : રીપોર્ટ

ન્યુ દિલ્હી : ભારતમાં મેડીકલ ઇમર્જન્સી, બાળકોનું શિક્ષણ, લગ્ન ખર્ચ પર્સનલ લોન લેવાના મુખ્ય કારણોમાં સામેલ છે, એનઆઇઆરે નામની એક કન્ઝયુમર ફાઇનાન્સ કંપનીએ એક સર્વે જાહેર કર્યો છે. જેના અનુસાર ર૮ ટકા પર્સનલ લોન મેડીકલ ઇમર્જન્સી માટે લેવામાં આવે છે, જયારે રપ ટકા ઘરની જરૂરીયાત જેમ કે બાળકોનું શિક્ષણ, ઘરનું રીનોવેશન અને લગ્ન ખર્ચ માટે લેવાય છે.રિપોર્ટમાં કહેવાયું છે કે મોટાભાગના લોકો ઠીક ઠીક પગાર મેળવે છે જેનાથી તેમનો રોજીંદો ખર્ચ પુરો થાય છે અને અચાનક થનારા ખર્ચ માટે તેમની પાસે કોઇ વધારાનું સંસાધન નથી હોતું. ૭૭ ટકા, લોકો તેના માટે અસુરક્ષિત પર્સનલ લોનનો ઉપયોગ કરે છે.

રીપોર્ટમાં એ પણ કહેવાયું છે કે ૪૧ ટકા લોકોએ લોન દાતાની પસંદગી માટે વ્યાજ દરને મુખ્ય માપદંડ ગણાવ્યો જયારે ૩૦ ટકાએ લોનની મુદત અને ર૦ ટકાએ રકમ મળવાના સમયને ગણાવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, ૮૭ ટકા લોકો પોતાના ફાઇનાન્સને જાતે સંભાળે છે, જેમાં ટેક્ષ રીટર્ન ફાઇલીંગ અને ઇએમઆઇને ટ્રેક કરવાનું સામેલ છ.ે પપ ટકા લોકો નાણાંકીય માહિતી માટે પરિવાર અને મિત્રો પર આધાર રાખે છે. જયારે રપ ટકા લોકો માહિતી માટે મીડીયા પર આધાર રાખે છે. ફકત પાંચ ટકા લોકો જ નાણાંકીય માહિતી માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક કરે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે મોટાભાગના લોકો પાસે પારંપરિક પધ્ધતિઓ જેવી કે સેવીંગ એકાઉન્ટ, રોકડ, ફીકસ ડીપોઝીટ અને સોના સિવાય કોઇ બચત નથી. ૪૦ ટકા લોકો સોનામાં રોકાણને પ્રાથમિકતા આપે છે. ફકત ૧ર ટકા લોકો પાસે શેર અથવા મ્યુચ્યલ ફંડ જેવા ઇકવીટી રોકાણો છે.

Related posts

ભારતનો વિકાસ દર 2019-20ના નાણાકીય ક્ષેત્ર માટે 5% જ રહેશે : વિશ્વ બેંક

Charotar Sandesh

દેશમાં ૧૨ વર્ષથી ઉપરના બાળકો માટે રસી તૈયાર, કેડિલાએ ઇમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી…

Charotar Sandesh

પીએમ મોદી બંગાળની ચૂંટણી વચ્ચે ચૈત્રી નવરાત્રી દરમિયાન ૯ દિવસ સુધી કરશે ઉપવાસ…

Charotar Sandesh