Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના કાળને કારણે ક્રિકેટની વધુ એક મોટી ટૂર્નામેન્ટ ECB એક વર્ષ માટે રદ્દ…

નવી દિલ્હી : કોરોના વાયરસની ઝપેટમાં આખી દુનિયા આવી ગઇ છે. કોરોનાના કારણે રમત જગતની કેટલીય મોટી ટૂર્નામેન્ટ્‌સ રદ્દ થઇ છે, હવે આ લિસ્ટમાં વધુ એક ટૂર્નામેન્ટનુ નામ જોડાઇ ગયુ છે. ઇંગ્લેન્ડમાં આ વર્ષ રમાનારી ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગની પહેલી સીઝનને રદ્દ કરી દેવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં રમાનારી ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ, આ વર્ષે જુલાઇમાં શરૂ થવાની હતી, હવે આને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે, અને આગામી વર્ષ ૨૦૨૧માં રમાશે.

ઇસીબીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ધ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) આજે એ સ્પષ્ટતા કરે છે કે, ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ હવે વર્ષ ૨૦૨૧માં ઉનાળમાં શરૂ કરાશે. તેમને કહ્યું બોર્ડ માટે આ વર્ષ લીગ રમાડવી સંભવ નથી, એટલે અમે આ નિર્ણય કર્યો છે. ઇસીબીના સીઇઓ ટૉમ હેરિસને કહ્યું કોરોના વાયરસના ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગના આયોજનમાં અનેક પ્રકારના પડકારો હતા, જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, સ્ટેડિયમની કમી વગેરે સામેલ છે. ઇસીબીના સીઇઓએ કહ્યું કે અમે નિરાશ છીએ આ વર્ષે લક્ષ્ય ના પ્રાપ્ત થયુ, અમે ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ સીરીઝને લઇને આગળ ૨૦૨૧માં આવીશું.

Related posts

ઇંગ્લેન્ડના સભ્યો ગુરુવારથી પ્રેક્ટિસ કરશે : વેસ્ટ ઇન્ડિઝ ટીમનું ૧૪ દિવસનું ક્વોરન્ટાઇન પૂરું…

Charotar Sandesh

રોહિત શર્માની ટીમે ૫મી આઈપીએલ ટ્રોફી જીતતા ફેન્સે વિરાટની ઉડાવી મજાક…

Charotar Sandesh

વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ માટે નવદીપ સૈની બેકઅપ તરીકે ટીમ સાથે રહેશે…

Charotar Sandesh