Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના કેર યથાવત્‌ : ૨૪ કલાકમાં ૧૮૩૩૯ કેસ, ૪૧૮ના મોત…

દેશમાં કુલ ૫.૬૭ લાખ કેસ, મૃત્યુઆંક ૧૭ હજાર નજીક…

આજથી અનલોક-૨ શરુ થશે, દેશમાં સતત ચોથા દિવસે ૧૮ હજારથી વધારે નોંધાયા કેસ,અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાયા,સમગ્ર તમિલનાડુમાં જુલાઈમાં દર રવિવારે સખ્ત લોકડાઉન જાહેર, સોલાપુર, જલગાંવનો મૃત્યુદર મુંબઈ, અમદાવાદ, થાણેથી વધુ…

ભારતમાં કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૯.૦૬ ટકા સુધી પહોંચ્યો…

ન્યુ દિલ્હી : અનલોક-૧નો આજે ૩૦ જૂને અંતિમ દિવસ છે. ૧ જૂનના રોજ દેશમાં અનલોક-૧ અમલમાં આવ્યાં બાદ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા ચાર દિવસથી ૧૮ હજારથી વધારે કોરોના વાયરસના મામલા નોંધાયા છે.જેમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧૮,૫૫૨ કેસો નોંધાયા અને વધુ ૪૧૮ લોકોના મોત થયા હતા. ૧ જુલાઇથી અનલોક-૨ અમલમાં આવી રહ્યો છે અને કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે કેસો વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આજે સમગળવારે સવારે પૂરાર થયેલા ૨૪ કલાકમાં છેલ્લાં એક દિવસમાં ૧૮ હજાર કરતાં વધારે કેસ નોંધાતા દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫,૬૬,૮૪૦ પર પહોંચી છે અને ૪૧૭ લોકાના મોત સાથે કુલ ૧૬,૮૯૩ લોકોના મોત થયા છે. અત્યારસુધીમાં કુલ્લે ૩,૩૪,૮૨૨ લોકો સાજા પણ થયા છે અને હાલમાં દેશમાં સારવાર હેઠળના કેસોની સંખ્યા ૨,૧૫,૧૨૫ છે. કેસ વધતાં તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૧ જુલાઈ સુધી લંબાવાયું છે હવે કોરોના કેસમાં રિકવરી રેટ ૫૯.૦૬ ટકા સુધી પહોંચી ગયો છે.
દેશમાં ૧ જુલાઇથી અનલોક-૨નો અમલ શરૂ થઇ રહ્યો છે. તેમાં જોકે હજુ શાળા-કોલેજો, સિનેમા હોલ અને જીમ વગેરે. શરૂ થવાના નથી. રાત્રિ કર્ફ્યુમાં ઘટાડો અને રાતના ૯ વાગ્યા સુધી હોટેલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે તેથી શક્ય છે કે ખાણીપીણીના શોખીનો હવે મોડી રાત સુધી બહાર નિકળે તો સંક્રમણ વધવાની શક્યતા છે. દરમ્યાનમાં ગોવામાં સ્થાનિક કોમ્યુનિટી સંક્રમણ શરૂ થયાના અહેવાલ છે. તેથી પણ કેસો વધી શકે.. તમિલનાડુમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં રેકોર્ડ ૩૯૪૯ દર્દીઓ વધ્યા છે, અહીં સંખ્યા ૫માં દિવસે ૩૫૦૦થી વધુ રહી હતી.. સૌથી વધુ સંક્રમિતો વાળા રાજ્યોમાં તે બીજા નંબરે આવી ગયું છે. સોમવારે દેશમાં ૪૧૮ લોકોના મોત થયા હતા.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧૬૮૮૩ કેસ નોંધાયા છે જ્યારે ૭૬૧૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. દિલ્હીમાં ૮૫૧૬૧ કેસ નોંધાયા છે જ્યારે ૨૬૮૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.
સૂત્રોએ કહ્યું કે, સંક્રમણ દેશના નાના જિલ્લાઓમાં પણ વધી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં મોત ૨૦૦થી વધુ થયા છે અને મૃત્યુ દર ઝડપથી વધી રહ્યો છે. તેમાં મહારાષ્ટ્રનું સોલાપુર અને જલગાંવ સામેલ છે. અહીં મૃત્યુ દર સૌથી વધુ મૃતકોવાળા જિલ્લા જેવા કે મુંબઈ(૪૪૬૩ મોત), અમદાવાદ(૧૪૩૨ મોત), ઠાણે(૮૭૧ મોત) અને કોલકતા(૩૭૨ મોત)થી વધુ છે. સોલાપુરમાં મૃત્યુ દર ૯.૭૫ ટકા અને જલગાંવમાં ૬.૯૦ ટકા છે. જ્યારે મુંબઈમાં મૃત્યુ દર માત્ર ૫.૭૮ ટકા છે, જ્યારે અહીં મોતનો આંકડો સાડા ચાર હજારની નજીક પહોંચી ગયો છે.
ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૯.૦૬ ટકા સુધી પહોંચી ગયો છે.
દક્ષિણ ભારતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી અહીં કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી સહિત દક્ષિણના પાંચ રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. પાછલા ત્રણ દિવસમાં દક્ષિણ, પોંડિચેરી સહિતના દક્ષિણના ૫ રાજ્યોમાં દિવસ દરમિયાન નોંધાતા કેસમાં ઉછાલો આવ્યો છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકામાં ૧૦૦૦ કરતા વધુ કેસ પાછલા એક દિવસમાં નોંધાયા છે.
તમિલનાડુ સરકારે ૩૧ જુલાઈ સુધી જનરલ લોકડાઉન વધાર્યું છે. ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારમાં ૫ જુલાઈ સુધી સખ્ત લોકડાઉન યથાવત રહેશે. મહારાષ્ટ્રમાં સોમવારે ૫૨૫૭ સંક્રમિતો મળ્યા અને ૧૮૧ લોકોના મોત થયા છે. મુંબઈમાં ૧૨૨૬ કેસ વધ્યા, અહીં અત્યાર સુધીમાં ૭૬ હજાર ૭૬૫ દર્દીઓ થયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૬૯ હજાર ૮૮૩ થઈ છે. તેમાંથી ૭૩ હજાર ૨૯૮ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૭૬૧૦ લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધારે દેશોમાં ભારત ચોથા સ્થાન પર છે.

Related posts

બિહારમાં વરસાદ બાદ કફોડી સ્થિતિ : ૪૨ના મોત, ૬ લાખથી વધુ લોકો પાણીમાં કેદ…

Charotar Sandesh

અનામત મામલે સંસદમાં હોબાળો : વિપક્ષનું વૉકઆઉટ…

Charotar Sandesh

કોંગ્રેસ ધારાસભ્ય અદિતી સિંઘ પર જીવલેણ હુમલોઃ ફાયરિંગ પણ થયું

Charotar Sandesh