Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના છતાં ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉથી નિર્ધારિત શિડ્યુલ મુજબ જ રમાશે : ICC

દુબઈ : આઈસીસીએ ઓગસ્ટ, ૨૦૧૯માં ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી. જેની ફાઈનલ મેચ આવતા વર્ષે જૂનમાં રમાવાની છે. આઈસીસીએ કહ્યું કે, કોરોનાવાઈરસ છતાં ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉથી નિર્ધારિત શિડ્યુલ મુજબ જ રમાશે.
કોરોના વાઈરસના કારણે માર્ચથી જૂન સુધી એક પણ ઈન્ટરનેશનલ મેચ રમાઈ નથી. અત્યાર સુધી અનેક ટેસ્ટ સીરીઝ પણ કેન્સલ થઈ ચુકી છે. જુલાઈમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ ટેસ્ટ સીરીઝથી ક્રિકેટની શરૂઆત થઈ હતી. રદ્દ થયેલી મેચોના આયોજન અને પોઈન્ટ સિસ્ટમ માટે આઈસીસી આયોજન કરી રહી છે. કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું કે, ‘અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં સંબંધિત પક્ષો સાથે વાતચીત પછી નવા શિડ્યુલની જાહેરાત કરાશે.’

Related posts

ધોની-વીલિયર્સ સાથે બેટિંગ કરવી વધુ પસંદ છેઃ કોહલી

Charotar Sandesh

ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુમ્બલે હેડ કોચ બને તેવી શક્યતા

Charotar Sandesh

પોલાર્ડ બન્યો વિન્ડીઝ ટીમનો વનડે-ટી૨૦ કેપ્ટન, હોલ્ડર-બ્રેથવેટની હકાલપટ્ટી…

Charotar Sandesh