મુંબઈ : બોલિવૂડ અભિનેતા રવિ ચોપરાનું રાતે નિધન થઇ ગયું છે. રિપોટ્ર્સ મુજબ તેમને કેન્સર હતું પરિવાર તેમનો ખર્ચો ઉઠાવી શકતા ન હતા. તે મુશ્કેલ હાલાતમાં જીવી રહ્યા હતા. રવિએ ૧૯૭૨માં આવેલી ફિલ્મ મોમ કી ગુડિયામાં તેમના રોલ માટે તેમણને યાદ કરવામાં આવે છે. જ્યારે તે રતન નામથી પણ ઓળખાતા હતા. બોલિવૂડમાં એક પછી એક ખરાબ ખબર આવી રહી છે. ઇરફાન ખાન, ઋષિ કપૂર અને વાજિદ ખાન જેવા સ્ટાર્સના મોત બાદ અભિનેતા રવિ ચોપરાના નિધનની ખબર આવી રહી છે.
તેમની આર્થિક સ્થિતિ વધારે ખરાબ હતી. ભોજન માટે તેમણે ગુરુદ્રારા કે મંદિરના પ્રસાદના ભરોસે રહેવું પડતું હતું. તે લાંબા સમયથી પંચકુલામાં ભાડાના મકાનમાં રહી રહ્યા હતા. તેમની પાસે કોઈ સારવારનાં પૈસા નહોતા. અહેવાલો અનુસાર તેણે અક્ષય કુમાર, સોનુ સૂદ અને ધર્મેન્દ્રની મદદ માટે વિનંતી કરી હતી. તેમણે કલાકારોની મદદ માંગી હતી અને કહ્યું હતું કે, જો મારા શરીરને ટેકો મળ્યો હોત તો હું કામ કરી શકત, પણ હું રોટલી માટે લંગર ઉપર પણ નિર્ભર છું. રવિ ચોપરાનું અસલી નામ અબ્દુલ જાફર ખાન હતું. તેણે તનુજા સાથે ‘મોમ કી ગુડિયા’ માં કામ કર્યું હતું. આ ફિલ્મ પછી તેને ઘણી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમના પરિવારને આ કામ પસંદ નહોતું. આ કારણે તેણે અભિનય છોડી દીધો હતો.