Charotar Sandesh
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં યોજાઈ આઈઆઈટીઈ ની પરીક્ષા…

અમદાવાદ : કોરોના મહામારીમાં રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષા રદ કરાઈ હતી. તો અનલોક૩ માં અનેક યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે વિવાદ બાદ પ્રથમ વખત રાજ્યભરમાં આજે આઈઆઈટીઈ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન) ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદમાં અલગ અલગ ૫ સેન્ટરો પર આઈઆઈટીઈ ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદની સી.એન. વિદ્યાલય ખાતે તમામ તકેદારી સાથે પરીક્ષા યોજાઈ રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

સાથે જ દરેક પરીક્ષાર્થીને માસ્ક, ફેસ શિલ્ડ અને સેનેટાઇઝર આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક બ્લોકમાં ૧૨ પરિક્ષાર્થીઓને બેસાડી પરીક્ષા લેવામાં આવી રહી છે. તો બીજી તરફ, ભૂજમાં યોજાયેલી આઈઆઈટીઇની પરીક્ષામાં નિયમોનો ભંગ થયેલો જોવા મળ્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની પરીક્ષા લેવાઈ, તેમાં જિલ્લામાં ૫૨ બ્લોકમાં ૫૦૭ ઉમેદવાર નોંધાયેલા છે.
ત્યારે પરીક્ષા કેન્દ્ર પર સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયેલો જોવા મળ્યો. આ મામલે કોઈ તકેદારી લેવામાં આવી ન હતી. તાજેતરમાં જ એનએસયુઆઈ દ્વારા આઈઆઈટીઈ પરીક્ષાને લઈને વિરોધ કરાયો હતો. ગાંધીનગર ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. આઈઆઈટીઈ ની પરીક્ષાઓ રદ્દ કરવા માટે એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શાવીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદમાં કર્ફ્યૂથી રસ્તા સુમસામ, શહેરમાં પ્રવેશતા વાહનોની પોલીસ દ્વારા પૂછપરછ…

Charotar Sandesh

રૂપાણી સરકારને મોટો ઝટકો : ખાનગી સ્કૂલોએ ફી ઘટાડાનો પ્રસ્તાવ નકાર્યો…

Charotar Sandesh

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું તિવ્ર અસર : વૃક્ષો-વીજપોલ-હોર્ડિંગ્સ થયા જમીનદોસ્ત

Charotar Sandesh