Charotar Sandesh
વર્લ્ડ

કોરોના મહામારી વચ્ચે સાઉદી અરબને તેલ-ગેસના બે નવા ભંડાર મળ્યા…

રિયાધ : કોરોના વાઇરસની મહામારી વચ્ચે સાઉદી અરબને મોટો ખજાનો હાથ લાગ્યો છે. સાઉદી અરબની સરકારી તેલ કંપની સઉદી અરામકોને ઉત્તર ભાગમા બે નવા તેલના અને ગેસના ભંડાર મળ્યા છે. સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અજીજએ ઓફિશ્યલ પ્રેસ એજન્સીના માધ્યમથી આ જાણકારી આપી છે.
અલ-જઉફ વિસ્તારમા આવેલા ગેસ ભંડારને હદબતએ અલ-હજારા ગેસ ફિલ્ડ અને ઉત્તર સીમાના વિસ્તારોમા તેલ ભંડારને અબરાક અલ તાલુલના નામ આપવામા આવ્યા છે. પ્રિન્સ અબ્દુલ અજીજએ પ્રેસ એજન્સી એસપીએ સાથેની વાતચીતમા જણાવ્યુ કે, હદબત અલ-હજારા ફઇલ્ડના અલ સરાર રિજરવાયરએ ૧૬ મિલિયન ક્યૂબિક ફિટ પ્રતિદિનના દરથી પ્રાકૃતિક ગેસ કાઢે છે અને તેમની સાથે વર્ષ ૧૯૪૪ બેરલ કન્ડેનસેટ્‌સ પણ કાઢયુ છે.
અબરક અલ-તુલૂલમાંથી દરરોજ લગભગ ૩,૧૮૯ બેરલ અરબ સુપર લાઇટ ક્રુડ નીકળી શકે છે. સાથે જ ૧.૧ મિલિયન ક્યૂબિક ફૂટ ગેસ નીકળી શકે છે. અરામકો ગેસ અને ઓય ફીલ્ડમા મળનાર તેલ, ગેસ અને કન્ડેન્સેટની ગુણવત્તાની ચકાસણી કરવાની શરૂ કરશે. પ્રિન્સ અબ્દુલ અજીજએ કહ્યુ કે, તેલ અને ગેસના ભંડારના વિસ્તાર અને તેમનો સાચો વિસ્તાર જાણવા માટે કુવા ખોદવામા આવશે. પ્રિન્સએ દેશને સમૃદ્ધિ આપવા માટે અલ્લાહનો આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, સઉદી અમારકો દુનિયાની સૌથી મોટી તેલ કંપની છે અને દુનિયામા દરરોજ તેલ ઉત્પાદનની બાબતે સૌથી આગળ છે. તેમનુ સૌથી મોટુ માર્કેટ એશિયા છે, જ્યાં કોરોના વાયરસની મહામારી પહેલા તેમનુ ૭૦% નિકાસ થતુ હતુ. વેનેજુએલા પછી સાઉદી અરબની પાસે સૌથી મોટા પ્રમાણમા તેલ ભંડાર છે. દુનિયાભરના ભંડારમા સઉદીની ભાગીદારી ૧૭.૨% છે. જો કે, સાઉદીની પાસે તેલની સામે ગેસનો ભંડાર ઓછો છે અને વૈશ્વિક ગેસ ભંડારમા તેમનો ભાગ ૩% છે.

Related posts

ટ્રમ્પની ભારત મુલાકાત મુદ્દે પાક.માં ખળભળાટ, ઇમરાન બોલ્યોઃ ’અહીં પણ આવજો’

Charotar Sandesh

ન્યૂયોર્કમાં દેખાવકારો પર મહિલાની કાર ધસી ગઇ, સંખ્યાબંધ લોકોને ઇજા થઇ…

Charotar Sandesh

USA : અમેરિકા પ્રવાસ પર PM મોદીનું પ્રભુત્વ અકબંધ

Charotar Sandesh