Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના રસી અંગે કેન્દ્રની કોઈ તૈયારી ના હોવી ચિંતાજનક : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોનાની રસી દેશમાં લોકોને સરળતાથી મળી રહે તેના માટે સરકારને રણનીતિ ઘડવા ફરી દબાણ કર્યું છે. કોંગ્રેસના સાંસદે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે કોરોનાની રસી લોકોને આપવા અંગે સરકારની કથિત અપુરતી તૈયાર ચિંતાજનક છે.

રાહુલ ગાંધીએ અગાઉ પણ કોરોનના રસી મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા રસી જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચી શકે તે માટે કેન્દ્રે રણનીતિ ઘડવી જોઈએ. આ ઉપરાંત રસી તમામને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ કરાવવી જોઈએ તેમ કોંગ્રેના નેતાએ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને ગુરુવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાની રસી લોકોને પહોંચાડવાની યોગ્ય રણનીતિ તૈયાર થઈ જવી જોઈએ પરંતુ હજુ પણ તેના કોઈ સંકેત નથી જોવા મળી રહ્યા.

ભારત સરકારની આ બાબતે નિષ્કાળજી ચિંતાજનક છે. પ્રવર્તમાન સમયે દેશ અને વિશ્વમાં કોરોનાની રસી પર હ્યુમન ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. ભારતમાં બે રસી પર કામ એડવાન્સ સ્ટેજમાં છે. કેન્દ્ર સરકારે રાજ્યો સહિત તમામ હિસ્સેદારો અને દવા ઉત્પાદકો સાથે વાતચીત માટેની નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિ દવાની ઉપલબ્ધતા તેમજ રસીની પ્રાથમિકતા જેવી બાબતો ઉપર ધ્યાન આપશે.

Related posts

એલર્ટ : કોરોનાથી એક જ દિવસમાં ૩,૯૯૮ના મોત : ૪૦ ટકા દર્દીઓ કેરળના

Charotar Sandesh

દેશમાં કોરોના સંક્રમણનો આંક ૯૩ લાખને પાર, ૨૪ કલાકમાં ૪૩ હજાર નવા કેસ…

Charotar Sandesh

પંજાબના ફિરોઝપુરમાં ૩ પાકિસ્તાની ડ્રોન દેખાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની…

Charotar Sandesh